dia mirza pain when she separated from husband sahil
  • Home
  • Entertainment
  • Bollywood
  • લગ્ન વેર-વિખેર કરીને ધણીથી અલગ થયા પછી શું થાય? આ અભિનેત્રીને આવો અનુભવ થયો

લગ્ન વેર-વિખેર કરીને ધણીથી અલગ થયા પછી શું થાય? આ અભિનેત્રીને આવો અનુભવ થયો

 | 7:52 am IST

અવાર નવાર બોલિવૂડમાં નવા કપલ બનતા હોય છે. પરંતુ સામે ઘણા લોકોના લગ્ન જીવન વેર-વિખેર પણ થતાં હોય છે. એવી જ એક અભિનેત્રી હાલમાં ચર્ચામાં છે. એક્ટ્રેસ દિયા મિર્ઝા અને સાહિલનો સંબંધ તૂટ્યા બાદ અભિનેત્રીએ એક ઈન્ટરવ્યૂમાં પતિથી જુદા પડ્યા બાદ જીવનમાં શું પરિસ્થિતિ થાય એની વાત કરી છે. દિયા મિર્ઝાનું પતિથી અલગ થવું એ પણ ખુબ ચર્ચામાં આવ્યું હતું.

અભિનેત્રીએ કહ્યું કે, મને દુ:ખ સહન કરવાની શક્તિ માતા-પિતા પાસેથી મળી છે. મારું પ્રોફેશન મને દુ:ખી થવાની અનુમતિ આપતુ નથી. મારા માતા-પિતા 34 વર્ષ પહેલાં અલગ થઈ ગયા હતા. તે સમયે હું ચાર વર્ષની હતી. જો માત્ર 4 વર્ષની ઉંમરે મે દુ:ખ સહન કરી લીધુ હોય તો 37 વર્ષે તો હું દુ:ખ સહન કરી જ શકું. દુ:ખ સહન ન થાય એવું બની જ ન શકે.

અલગ થવાના નિર્ણય પર અભિનેત્રી બોલી કે, કોઈથી અલગ થવાનો નિર્ણય મોટો જરૂર હોય છે. પરંતુ જરૂર પડે તો આવો નિર્ણય લેવો પડે છે. પુરુષ અને મહિલાઓ ડરના કારણે નિર્ણય લઈ શકતા નથી. હું ઘણા વર્ષોથી ધ્યાન કરું છું, મારું ઘર હરિયાળી, પક્ષીઓ અને મધમાખીઓની નજીક છે. મારી દરેક સવાર બગીચા સાથે થાય છે. બહારની દુનિયામાં તો કેટલો ગુસ્સો છે. મીડિયામાં પણ કેટલો ગુસ્સો દેખાય છે.

આ વીડિયો પણ જુઓ: વડોદરાના વાઘોડિયામાં લૂંટ ચલાવીને લૂંટારૂઓ ફરાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન