Diabetic Women Should Take Special Care Before Fasting On Karva Chauth
  • Home
  • Featured
  • ડાયાબિટીસથી પીડિત મહિલાઓએ કરવા ચોથનું વ્રત કરતા પહેલા ધ્યાનમાં રાખવી આ બાબતો

ડાયાબિટીસથી પીડિત મહિલાઓએ કરવા ચોથનું વ્રત કરતા પહેલા ધ્યાનમાં રાખવી આ બાબતો

 | 4:39 pm IST
  • Share

  • ડાયાબિટીસથી પીડિત મહિલાએ ધ્યાનમાં રાખવી કેટલીક બાબતો

  • આખો દિવસ ઉપવાસ કરવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય પર અસર

કરવા ચોથના દિવસે મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે અને તેમની સલામતીની પ્રાર્થના કરવા માટે આ ઉપવાસ કરે છે. આ ઉપવાસ દરમિયાન, સ્ત્રીઓ આખો દિવસ કશું પણ ખાતી કે પીતી નથી. એવામાં એ વાતનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે કે જો કોઈ મહિલાને કોઈ બીમારી હોય તો ઉપવાસની સાથે જ સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે. નહીંતર આખો દિવસ ઉપવાસ કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. એવામાં જો કોઈને ડાયાબિટીસની સમસ્યા હોય તો ધ્યાનમાં રાખવાની બાબતો જાણી લો –

સરગીમાં ખાઓ આ વસ્તુઓ

સામાન્ય રીતે સરગીમાં મીઠાઈ-સેવૈયા વગેરે ખાવામાં આવે છે, પરંતુ જો તમને ડાયાબિટીસ હોય તો તમારી સરગી અલગથી તૈયાર કરો. તમારી સરગીમાં પ્રોટીન અને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ વધારે પ્રમાણમાં હોવા જોઈએ. પ્રોટીન તમારા શરીરમાં લાંબા સમય સુધી ઉર્જા રાખે છે. જેનાથી લોહીમાં ગ્લુકોઝનો અભાવ નહીં થાય. ડાયાબિટીસના દર્દીઓએ સરગીમાં દૂધ, દહીં, ઓટ્સ અને ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરવો જોઈએ.

ઉપવાસ ખોલવા માટે આ ખાઓ

જો ડાયાબિટીસની ફરિયાદ હોય તો ઉપવાસ કર્યા પછી તળેલું મસાલેદાર ન ખાવું. ઉપવાસ ખોલતી વખતે સૌથી પહેલા તાજા ફળોનો રસ પીવો. દાળ સાથે સાદી રોટલી ખાઓ. ઓછા મસાલામાં બનેલા લીલા શાકભાજી ખાઓ. 15-20 મિનિટનું અંતર રાખીને થોડું-થોડું ખાઓ. જો તમે તળેલું ખાશો, તો તમારા શરીરમાં અચાનક કાર્બોહાઈડ્રેટ્સ વધી જશે જેનાથી હાઈપરગ્લાયકેમિઆની સમસ્યા થઈ શકે છે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

જો શુગરની સમસ્યા હોયતો ઉપવાસ દરમિયાન નબળાઈ આવી શકે. ઉપવાસના એક કે બે દિવસ પહેલા તમારી ડાયેટ ઘટાડી દો, જેથી તમારું શરીર ઓછા ગ્લુકોઝ માટે તૈયાર થઈ જાય. જો તમને ચક્કર આવે છે અથવા ખૂબ નબળાઈ લાગે છે, તો તમે દૂધ અથવા લીંબુનું શરબત પી શકો છો. કરવા ચોથ શ્રદ્ધા સાથે ખુશીઓનો તહેવાર છે, તેથી મહત્વનું છે કે તમે પરંપરાઓ સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. એવું ન બને કે સ્વાસ્થ્ય પ્રત્યેની તમારી બેદરકારી તમારા અને તમારા પરિવાર માટે મુશ્કેલીનું કારણ બને.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો