કઝિનના લગ્નમાં પ્રેમીના હાથોમાં હાથ નાખીને આવી 'દેસી ગર્લ' પ્રિયંકા ચોપરા, Viral pics - Sandesh
  • Home
  • Entertainment
  • કઝિનના લગ્નમાં પ્રેમીના હાથોમાં હાથ નાખીને આવી ‘દેસી ગર્લ’ પ્રિયંકા ચોપરા, Viral pics

કઝિનના લગ્નમાં પ્રેમીના હાથોમાં હાથ નાખીને આવી ‘દેસી ગર્લ’ પ્રિયંકા ચોપરા, Viral pics

 | 1:31 pm IST

બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને અમેરિકન સિંગર નિક જોન્સના રિલેશનશિપની અફવાહો પાછળના ઘણા સમયથી સમાચાર બની રહ્યા છે. વારંવાર પ્રિયંકા અને નિકના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે અને બંનેના ફોટો જોઇને રિલેશનશિપની અફવાહો પર વધુ ભાર પડી રહ્યો છે.

આમ તો પ્રિયંકા અમુક કારણોથી ચર્ચામાં રહે જ છે પરંતુ આ દિવસોમાં તે પોતાના આ રિલેશનને લઈને કાઢું પડતી ચર્ચામાં જોવા મળી રહી છે. હાલમાં પ્રિયંકા અને નિકના અમુક ફોટો સામે આવ્યા છે. આ ફોટો નિકના ભાઈના લગ્નના છે.

હકીકતમાં, પ્રિયંકા ચોપડા પોતાના કથિત બોયફ્રેન્ડ નિક જોન્સ સાથે તેમના પિતરાઈ ભાઈ રાહેલ તંબૂરેલીના લગ્નમાં પહોંચી હતી. અહીં પ્રિયંકા અને નિક બંને એક બીજાના હાથ પકડીને ચાલતા જોવા મળે છે. ફોટામાં પ્રિયંકાએ ગોલ્ડન કલરનો ડ્રેસ પહેર્યો છે અને તેઓ હમેશાની જેમ ખૂબ સુંદર દેખાઈ રહી છે.

અને નિક ફોર્મલ્સમાં જોવા મળે છે. બંને આ પહેલા ન્યૂ યોર્કના એરપોર્ટ પર સાથે સ્પોટ થયા હતા. અહીં તમને જણાવી દઈએ કે પ્રિયંકા પોતાના પર્સનલ જીવન પર કોઈ વાત નથી કરતી અને તેવીજ રીતે તેમણે નિક જોન્સ વિશે પણ નથી જણાવ્યું.