Did Raj Thackeray Reprimanded Maharashtra CM Uddhav Thackeray After Kangana's Office Was Demolished?
  • Home
  • Featured
  • રાજ ઠાકરેએ ખુલ્લેઆમ કર્યું કંગના રનૌતનું સમર્થન? ઉદ્ધવ ઠાકરેને બરાબરના ઘઘલાવ્યા?

રાજ ઠાકરેએ ખુલ્લેઆમ કર્યું કંગના રનૌતનું સમર્થન? ઉદ્ધવ ઠાકરેને બરાબરના ઘઘલાવ્યા?

 | 8:05 pm IST

અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમજ શિવસેના નેતા સંજય રાઉત સામ સામે છે. એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યાં છે. એનસીપી સહિતના કેટલાક પક્ષો શિવસેનાનું સમર્થન કરી રહ્યાં છે જ્યારે આરપીઆઈ સહિતના કેટલાક પક્ષો કંગનાના સમર્થનમાં છે. તેવામાં ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ચીફ રાજ ઠાકરેનું એક ટ્વિટ વાયરલ થયું છે.

સોશિયલ મીડિયા પર રાજ ઠાકરેના નામના ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવેલા ટ્વિટનો એક સ્ક્રીનશોટ વાઈરલ થઈ રહ્યો છે. ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે- ઉદ્ધવ મુંબઈમાં આજે તમે કંગનાની ઓફિસ તોડાવીને, બાબા સાહેબની ઈજ્જતને દુનિયાની નજરમાં નીચી પાડી અને તમામ સંબંધોનો પણ અંત આણ્યો. હવે ધર્મ યુદ્ધ થશે કૌરવો અને પાંડવોની વચ્ચે, જેમાં હું તમારી સામેના પક્ષમાં ઉભો રહીશ.

વાઈરલ થઈ રહેલું ટ્વિટ જે એકાઉન્ટમાંથી કરવામાં આવ્યું છે તેનું યુઝર નેમ Raj Thackery છે. 11 હજાથી વધુ યુઝર આ ટ્વિટર એકાઉન્ટને ફોલો કરે છે. માટે આ ટ્વિટને રાજ ઠાકરેનું અસલી નિવેદન ગણીને શેર કરવામાં આવી રહ્યું છે.

જે ટ્વિટર એકાઉન્ટમાંથી ઉદ્ધવ ઠાકરને ફટકાર લગાવવામાં આવી છે. તેની પર બ્લૂ ટિક નથી. તેનાથી એકાઉન્ટ અસલી હોવાની શકયતા ઘટી જાય છે. આ એકાઉન્ટ ટ્વિટર પર જુલાઈ 2020માં જ બનાવવામાં આવ્યું છે.

રાજ ઠાકરેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલનું યુઝર નેમ- @RajThackeray છે. આ એકાઉન્ટમાંથી 9 અને 10 સપ્ટેમ્બરે એક પણ ટ્વિટ કરવામાં આવ્યું નથી. આ દરમિયાન કંગનાની ઓફિસ તોડવાનો વિવાદ ચાલી રહ્યો હતો. સ્પષ્ટ છે કે ફેક ટ્વિટને સાચી ગણાવીને સોશિયલ મીડિયા પર જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. રાજ ઠાકરેએ સત્તાવાર રીતે આ પ્રકારનું કોઈ જ ટ્વિટ કર્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન