Did the BJP leader make a mistake by commenting on Phoolandevi
  • Home
  • India
  • શું ફૂલનદેવી પર ટિપ્પણી કરીને BJP નેતાએ ભૂલ કરી દીધી?

શું ફૂલનદેવી પર ટિપ્પણી કરીને BJP નેતાએ ભૂલ કરી દીધી?

 | 7:03 pm IST
  • Share

  • ફૂલનદેવી નિષાદ સમાજમાંથી આવે છે,જેની યૂપીમાં 5% વસ્તી છે
  • યૂપી વિધાનસભા ચૂંટણીમાં ફૂલનદેવીને લઈને રાજકારણ શરૂ થશે

એક લાઈવ ટીવી ડિબેટમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પૂર્વ સાંસદ ફૂલન દેવી પર નિવેદન આપીને રાજકીય બજાર ફરી ગરમ કરી દીધું છે. નિવેદનને મુદ્દો બનાવીને હવે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને ઓમ પ્રકાશ રાજભરે ભાજપ પર નિશાન સાધ્યું છે. બંનેએ ભાજપને મહિલાઓ અને નિષાદ સમાજની વિરોધી પાર્ટી ગણાવી.

ભાજપના પ્રવક્તાએ શું કહ્યું?

એક ટીવી ડિબેટમાં ચર્ચા કરતી વખતે ભાજપના પ્રવક્તા ડૉ.સુધાંશુ ત્રિવેદીએ સમાજવાદી પાર્ટીના પ્રવક્તાને કહ્યું, ફૂલન દેવી શું હતી? શું તે સત્તાવાર ડાકુ હતીને? જેના પર 20-20 લોકોને ઉભા રાખીને ગોળીએ મારવાનો આરોપ હતો. તેમની ઉપરના તમામ કેસ પાછા ખેંચીને તેમને સાંસદ બનાવ્યા.

ત્રિવેદીના નિવેદન પર એસપી પ્રવક્તાએ કહ્યું કે ફૂલન દેવી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. વીસ લોકોએ મળીને તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો. આ તે અત્યાચારો પ્રત્યેનો તેમનો પ્રતિકાર હતો. જેના પર ત્રિવેદીએ કહ્યું કે, અત્યાચારનો બદલો લેવા માટે 20 લોકોને ઉભા રાખીને ગોળી મારશે?

અખિલેશ યાદવ અને ઓપી રાજભરે શું કહ્યું?

સુધાંશુ ત્રિવેદીના નિવેદન પર સપા પ્રમુખ અખિલેશ યાદવ અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમ પ્રકાશ રાજભરે વળતો પ્રહાર કર્યો હતો. કહ્યું કે ભાજપ દલિત અને મહિલા વિરોધી પાર્ટી છે. અખિલેશ યાદવે લખ્યું, ભાજપની દલિત અને મહિલા વિરોધી વિચારસરણી તેમના પ્રવક્તાના મોં પર આવી જ જાય છે. સ્વ. ફૂલન દેવીજી વિરુદ્ધ અપશબ્દો બોલીને ભાજપના પ્રવક્તાએ સમગ્ર નિષાદ સમુદાયનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ સપાના પ્રવક્તાએ તેમની બોલતી બંધ કરી દીધી હતી. નિષાદ સમાજ 2022ની ચૂંટણીમાં ભાજપને હરાવશે.

આ ઉપરાંત ઓમ પ્રકાશ રાજભરે લખ્યું, ભાજપ હંમેશાથી મહિલા વિરોધી રહી છે. બળાત્કારીઓ અને શોષકોની સાથે મક્કમતાથી ઉભી છે. સ્વયં ફૂલન દેવીજી જે સંઘર્ષ અને ક્રાંતિના પ્રતિક હતા. ભાજપ સાથે ગઠબંધન કરનારાઓ આ અપમાન કેવી રીતે સહન કરી રહ્યા છે? 2022માં પછાત, દલિત સમાજ આ અપમાનનો બદલો વોટની ચોટથી લેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો