Did Vijay Deverakonda turn down Karan Johar's Rs 40 crore for Bollywood
  • Home
  • Entertainment
  • Bollywood
  • કરણ જોહરે કરી 40 કરોડ રૂપિયાની ઓફર, હીરોએ કહ્યું ‘એમાં રસ જ નથી’

કરણ જોહરે કરી 40 કરોડ રૂપિયાની ઓફર, હીરોએ કહ્યું ‘એમાં રસ જ નથી’

 | 4:07 pm IST

સાઉથ ફિલ્મોનો સુપરસ્ટાર વિજય દેવરકોંડા હાલ ખુલ ચર્ચામાં છે. દિવસે ને દિવસે તેની ડિમાન્ડ વધતી જાય છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મશહૂર નિર્માતા અને નિર્દેશક કરણ જોહરે આ હીરોને 40 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. પરંતુ આ અભિનેતાએ ઓફર નકારી કાઢી છે. કરણ જોહરે તાજેતરમાં રિલીઝ થયેલી ‘ ડિયર કોમરેડ’ની હિન્દી રિમેક ઓફર કરી હતી.

મળતી માહિતી પ્રમાણે કરણ જોહરે વિજય દેવરકોંડાને મનાવવા માટે પૂરેપૂરી કોશિસ કરી દીધી છે. પરંતુ તેની બધી મહેનત પાણીમાં ગઈ. ડિયર કોમરેડના હીરોએ થોડા દિવસ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને હિન્દી રિમેકમાં જ બિલકુલ રસ નથી.

હીરોનું માનવું છે કે એક જ વાતને બીજી વાર પડદા પર ઉતારવાનો કોઈ અર્થ રહેતો નથી. તે કહે છે કે તે પોતાના ભવિષ્યને હિન્દીમાં નથી જોવા માંગતો. વિજય કહે છે કે હિન્દીમાં કામ કરવું એ ખોટું નથી પણ આપણા જ કામને બીજી વાર કરવું એ બરાબર નથી લાગતું. જો કોઈ એવું કામ હશે કે જેમાં એક સમયે હિન્દીમાં કરવું પડશે તો હું જરૂર કરીશ. પરંતુ ફરી એજ કરવું મને નહીં ગમે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન