Did you see 'Sonu Ke Titu Ki Sweety'Did you see 'Sonu Ke Titu Ki Sweety'
  • Home
  • Photo Gallery
  • સોનૂ કે ટીટૂ કી સ્વીટીની ફેમ નુસરત ભરૂચાએ શેર કર્યા બિકીની ફોટો, લોકોએ કહ્યું…

સોનૂ કે ટીટૂ કી સ્વીટીની ફેમ નુસરત ભરૂચાએ શેર કર્યા બિકીની ફોટો, લોકોએ કહ્યું…

 | 3:23 pm IST

ડ્રીમ ગર્લ ફેમ અભિનેત્રી નુસરત ભરૂચા હાલનાં દિવસોમાં ફરી એક વખત ચર્ચાઓમાં છવાઈ છે. ડ્રીમ ગર્લની સફળતા બાદ નુસરતે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ તસવીરોમાં નુસરત ખૂબ જ હોટ લાગી રહી છે. નુસરતના ચાહકો આ બોલ્ડ અવતાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

તસવીરોમાં નુસરત દરિયાકિનારે રજાઓ માણતા નજરે પડી રહી છે. આ તસવીરોમાં નુસરતની થાઇ પરનું ટેટુ દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે.

આ મલ્ટીકલર્ડ ટેટૂ તેની સુંદરતામાં ચાર ચાંદ લાગવી દે છે. નુસરત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તેના ચાહકો આતુરતાથી તેની તસવીરોની રાહ જોતા હોય છે.

ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’થી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર નુસરત એક પછી એક મોટા પ્રોજેક્ટ કરી રહી છે. તેની ફિલ્મ ડ્રીમ ગર્લ દર્શકોને ખૂબ ગમી છે.

હવે તે હંસલ મહેતાની આગામી ફિલ્મ ‘તુર્રમ ખાન’માં જોવા મળશે. રાજકુમમાર રાવ પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 2020ની શરૂઆતમાં રિલીઝ થશે.

આ વીડિયો પણ જુઓ – PMC બેંક કૌભાંડ મામલે નાણામંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન