'Didi should tell how BJP won 18 LS seats in WB': Asaduddin Owaisi
  • Home
  • Featured
  • ઓવૈસી બરાબરના ભડક્યા, મમતા દીદીને BJPને લઇ એવો પ્રશ્ન પૂછયો કે…

ઓવૈસી બરાબરના ભડક્યા, મમતા દીદીને BJPને લઇ એવો પ્રશ્ન પૂછયો કે…

 | 2:26 pm IST

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની ‘લઘુમતી કટ્ટરતા’ને લઇ આપવામાં આવેલા નિવેદન પર ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પૂછયું કે બંગાળમાં ભાજપ 18 લોકસભા સીટ કેવી રીતે જીતી ગઇ? તેમણે ટ્વીટ કરી મમતાને જવાબ આપ્યો અને કહ્યું કે બંગાળમાં મુસલમાનોને મૂળભૂત માનવીય સુવિધાઓ ઉપલબ્ધ ના થવા પર પ્રશ્ન ઉઠાવો ધાર્મિક કટ્ટરતા નથી.

પછાતની વાત કરવી કટ્ટરતા નથી: ઓવૈસી

ઓવૈસીએ ટ્વીટ કરી, ‘એ કહેવું છે કે બંગાળના મુસલમાનોના કોઇપણ લઘુમતીના માનવ વિકાસ ઇન્ડેક્સમાં સૌથી ખરાબમાંથી એક હોવું ધાર્મિક કટ્ટરતા નથી.’ તેમણે મમતાને મે મહિનામાં આવેલા લોકસભા ચૂંટણી પરિણામોમાં બંગાળમાં ભાજપને મળેલી મોટી સફળતાની પણ યાદ અપાવી અને પૂછયુ, જો દીદી અમારા કેટલાંક ‘હૈદ્રાબાદીઓ’થી ચિંતિત છે તો તેમણે અમને એ બતાવું જોઇએ કે ભાજપ બંગાળની 42 લોકસભા સીટોમાંથી 18 સીટ પર કેવી રીતે જીતી ગઇ?

અલ્પસંખ્યક કટ્ટરતા અને ‘હૈદ્રાબાદ વાળા’ પર બોલ્યા હતા મમતા

લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીની આ પ્રતિક્રિયા મમતા બેનર્જીના એ નિવેદન પર આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે પહેલી વખત અલ્પસંખ્યકોની વચ્ચે કટ્ટરપંથી હોવાની વાત કહેતા એવા તત્વો પર ધ્યાન આપવું નહીં તેમ કહ્યું હતું. મમતાએ હિન્દુ બહુસંખ્યક વસતીવાળા વિસ્તાર કુચ બિહારમાં ઓવૈસી કે તેમની પાર્ટીનું નામ લીધા વગર કહ્યું હતું, હું જોઇ રહી છું કે અલ્પસંખ્કોની વચ્ચે કેટલાંય કટ્ટરપંથી છે. તેમનું ઠેકાણું હૈદ્રાબાદમાં છે. તમે આ લોકો પર ધ્યાન ના આપો. જો કે હૈદ્રાબાદના ઉલ્લેખથી સ્પષ્ટ છે કે મમતાના નિશાના પર કોણ હતું. આ જ કારણ છે કે ઓવૈસી એ પણ સામે આવવામાં મોડું કર્યું નહીં.

આ વીડિયો પણ જુઓ – સોશિયલ મીડિયા પર ઇંદોર પોલીસનો એક વીડિયો ખૂબ વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન