મહેસાણા પાસેના જોટાણા નજીક કસલપુર રોડ પર સંખ્યાબંધ મૃત મરઘાંના અવશેષો મળી આવતાં આરોગ્ય વિભાગ દોડતું તઈ ગયું હતું. તબીબી ટીમ પશુ ચિકિત્સક સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. જોટાણા ખાતે ઘટના સ્થળ આસપાસના વિસ્તારોમાં રહેતા ૧,રર૭ જેટલા રહીશોની આરોગ્ય ચકાસણી કરી રકતનાં સેમ્પલ લીધાં હતાં. જો કે, એક પણ વ્યકિતને શંકાસ્પદ બીમારી હોવાનું સાબિત થયું નથી.

16809420_1902174783353196_1209409415_n

બીજી તરફ, પશુ ચિકિત્સકની ટીમે જોટાણા પંથકમાં આવેલાં ૪ પોલ્ટ્રી ફાર્મમાં મોજુદ મરઘાંની ચકાસણ કરી હતી. આ પક્ષીઓ તંદુરસ્ત હોવાનું જણાયું હતું. જેના કારણે ઘટના સ્થળે તપાસ કરનાર ટીમે હાશકારો અનુભવ્યો હતો અને રહીશોને નિશ્ચિત રહેવા આશ્વાસન આપ્યું હતું.

રહીશો, મરઘાં ફાર્મના માલિકોની ચિંતા ટળી
જોટાણા નજીક મૃત મરઘાંનાં સંખ્યાબંધ અવશેષો મળી આવવા પાછળ અજાણ્યા શખસોનું કૃત્ય હોવાનું મનાય છે. કોથળામાં ભરી દૂરના કોઈ શખસે મરઘાંના અવશેષો અહીં ફેંકયા હોવાની ચર્ચા થઈ રહી છે. બીજી તરફ, આ ઘટનાને પગલે આરોગ્યને કોઈ ખતરો નહીં હોવાનું જણાતાં જોટાણા પંથકના સ્થાનિક રહીશોએ હાશકારાની લાગણી અનુભવી છે. આવી ઘટના ભવિષ્યમાં ન સર્જાય તે માટે તંત્રની સતર્કતા ઉપરાંત જન જાગૃતિ પણ જરૃરી છે. આ ઘટનાને પગલે પોલ્ટી ફાર્મના માલિકો પણ ચિંતીત હતા. પરંતુ, હવે તેમની ચિંતાનો પણ અંત આવ્યો છે.