diesel-and-petrol-price-rises-at-record-level
  • Home
  • Business
  • ડિઝલ અને પેટ્રોલમાં ભડકો, રેકોર્ડ સ્તરે પહોંચ્યો ભાવ

ડિઝલ અને પેટ્રોલમાં ભડકો, રેકોર્ડ સ્તરે પહોંચ્યો ભાવ

 | 11:30 am IST

પેટ્રોલ અને ડિઝલનો ભાવ એકવાર ફરી રેકોર્ડ સ્તર પર પહોંચ્યો છે. આ વખતે ડિઝલે પ્રથમ રેકોર્ડ સ્તરની સપાટી કુદાવી છે. સોમવારે સતત બીજા દિવસે ડિઝલની કિંમત રેકર્ડ સ્તરે પહોંચી છે. તો સાથે સાથે પેટ્રોલના ભાવમાં પણ ઝડપથી વધારો થયો છે.

ઈન્ડીયન ઓઇલના ભાવમાં સોમવારને દિલ્હીમાં એક લિટર ડીઝલની કિંમત 69.46 રૂપિયા થઈ છે. તેની સાથે જ ડિઝલ અહીં સૌથી વધુ રેકોર્ડ કિંમત પર છે. ડિઝલમાં આટલો તોતિંગ ભાવ વધારો પ્રથમ વખત નોંધાયો છે.

પેટ્રોલ પણ રેકોર્ડ સ્તર પર પહોંચવા માટે તૈયાર છે સોમવારે તેના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. આ કારણથી આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 13 પૈસા વધ્યો છે. તેની કિંમત અહીં 77.91 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં 80.84, મુંબઈમાં 85.33 અને ચેન્નઇમાં 80.94 રૂપિયા પ્રતિ લિટર ચૂકવવા પડી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય સ્તર પર ફરી એક વખત કાચા તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ડૉલરની સામે નબળો થતો રૂપિયો પણ ભાવમાં વધારો કરવાનું એક કારણ છે. ગયા અઠવાડિયે કાચા તેલના ભાવમાં ખૂબ જ ઝડપી ભાવ વધારો જોવા મળ્યો હતો.ગયા અઠવાડિયે કાચા તેલના ભાવમાં 5 ટકાનો વધારો થયો છે.

તુર્કીમાં ચાલતા આર્થિક સંકટના કારણે રૂપિયો ગગડ્યો છે. તેના કારણે ઓઇલ કંપનીઓને કાચા ઓઇલની આયાત કરવા માટે વધુ ખર્ચ કરવાની જરૂર પડે છે. આ કારણે ઈંધણના ભાવો આસમાનને આંબી ગયા છે.