મુંબઈના દરિયામાં ડીઝલની દાણચોરી, 20,000 લિટર ડીઝલ જપ્ત કરાયું - Sandesh
NIFTY 10,605.15 +91.30  |  SENSEX 34,924.87 +261.76  |  USD 67.7750 -0.57
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • મુંબઈના દરિયામાં ડીઝલની દાણચોરી, 20,000 લિટર ડીઝલ જપ્ત કરાયું

મુંબઈના દરિયામાં ડીઝલની દાણચોરી, 20,000 લિટર ડીઝલ જપ્ત કરાયું

 | 5:18 pm IST

મુંબઈના અંડરવર્લ્ડનો એક મુખ્ય કમાણીનો સ્રોત્ર દરિયામાં ડીઝલની ચોરીનો છે. હાજી મસ્તાન, કરીમલાલા, વરદરાજન મુદલિયાર અને દાઉદ સહિત મોટાભાગના દાણચોરો ડીઝલની ચોરી અને દાણચોરી સાથે સંકળાયેલા હતા. મુંબઈના દરિયામાં વિદેશી જહાજોમાંથી ચોરેલા ડીઝલની દાણચોરી ફરી એકવાર પકડાઈ છે.

યલો ગેટ પોલીસે કાર્યવાહી કરી રૂપિયા 14 લાખનું 20,000 લિટર ડીઝલ જપ્ત કર્યું છે. બે અલગ અલગ જહાજ પર કાર્યવાહી કરી આ ડીઝલ જપ્ત કરાયું હતું. બંને કેસ સાથે સંકળાયેલા કુલ ૬ જણની ધરપકડ કરાઈ છે.

યલો ગેટ પોલીસે શંકાના આધારે એક બાર્જ (તેલનું જહાજ-ટેન્કર)એમટી ફરઝાના મઝગાવ ડોકમાં લાંગરીને તપાસ કરતા તેમાંથી રૂપિયા 1.5 કરોડનું 29,000 લિટર સ્લગ ઓઇલ( રિગમાંથી કાઢેલું કદડાવાળું ક્રૂડ ઓઇલ) અને રૂપિયા 7.7 લાખનું 11,000 લિટર ડીઝલ મળી આવ્યું હતું. જહાજ પરથી ત્રણ જણની ધરપકડ કરાઈ હતી.

એક પોલીસ ઓફિસરના કહેવા મુજબ એમટી ફરઝાના મેહેર પેટ્રો કેમિકલ્સે ભાડે લીધું છે. મેહેર પેટ્રોકેમિકલ્સ પાસે રિંગમાંથી ક્રૂડ ઓઇલ ટ્રાન્સપોર્ટ કરવાનું લાઇસન્સ ધરાવે છે. આ લોકો રિગ પરથી સ્લગ કલેક્ટ કર્યા પછી પાછા ફરતી વખતે વિદેશી શિપ પાસે રોકાઈ જાય છે.

વિદેશી જહાજોના કેપ્ટન અનેકવાર તેમના જહાજ પરનું ડીઝલ સાવ સસ્તાભાવમાં વેચી દેતા હોય છે. બાર્જમાં સ્લગ ઓઇલની ટેન્કની વચ્ચે છૂપી ટેન્ક બનાવાયેલી હોય છે જેમાં એ ચોરીનું ડીઝલ સંતાડવામાં આવતું હોય છે.

મેહેર પેટ્રો કેમિકલ દ્વારા એવું કહેવાયું છે કે તેમણે સ્લગ ટ્રાન્સપોર્ટ કરવાનો કોન્ટ્રાક્ટ અન્ય કંપનીને આપ્યો છે અને તેમની કંપનીની એથી ડીઝલ માફિયાઓ સાથે કાંઈ લાગતું વળગતું નથી. આ કેસ ડીઝલ ચોરીનો છે અને પોલીસ તેને કાંઈક અલગ જ રંગ આપી રહી છે.

માછીમારો દ્વારા પણ ડીઝલની દાણચોરી
ડીઝલ ચોરીની અન્ય ઘટનમાં કોલાબા પોલીસે રવિવારે સવારે ૩ માછીમારોને પકડયા હતા. તેમની પાસેથી રૂપિયા ૫.૮ લાખનું 8,300 લિટર ચોરીનું ડીઝલ મળી આવ્યું હતું. તેમની માછીમારીની બોટમાં છૂપા ખાના બનાવી તેમાં એ ડીઝલના બાવીસ પીપ છુપાવવામાં આવ્યા હતા.