ડાયેટમાં બદામની અગત્યતા - Sandesh

ડાયેટમાં બદામની અગત્યતા

 | 1:55 am IST

ડાયટ ટિપ્સ :- હિરલ ભટ્ટ

મોટાભાગની મહિલાઓ ડાયેટ એટલે ખાવા પીવાનું છોડી દેતી હોય છે. પરંતુ જ્યારે ડાયેટ કરવું હોય તો પહેલા ડાયેટનો અર્થ પણ સમજવો પડે. ડાયેટ એટલે કે શરીરને જરૂરી પોષણ મળી રહે તે પ્રકારનો લોફેટ ખોરાક લેવો. જેમાં મહિલાઓ પોષણવાળો ખોરાક પણ લેતી નથી. વિવિધ પ્રકારના શાકભાજી, ફળો અને ડ્રાય-ફ્રૂટ પણ ખૂબ જ અગત્યનું છે. તો આવો ડ્રાય-ફ્રૂટમાં મહત્ત્વની એવી બદામ વિશે અને ડાયેટમાં તેની અગત્યતા સાથે ગુણોની માહિતી મેળવીએ.

બદામને પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો માનવામાં આવે છે. તેમાં ઉચ્ચ ગુણવતા ધરાવતા પ્રોટીન, વિટામિન-ઇ, મેગ્નેશિયમ, ફયબર અને બીજા જરૂરી એમિનો એસિડ રહેલા હોય છે. આ ઉપરાંત બદામમાં કોપર, વિટામિન બી, કેલ્શિયમ, પોટેશિયમ, ફેસ્ફ્રસ રહેલું હોય છે. આપણા વડીલો હંમેશાં કહેતા સાંભળવા મળે છે કે બદામ ખાઓ તો યાદશક્તિ વધશે તો ચાલો જાણીએ કયા કારણોસર આમ કહેવામાં આવે છે.

  • બદામનો સ્વાદ કડવો અને મીઠો બે પ્રકારનો હોય છે. તેમજ આ બંને બદામ માર્કેટમાં સરળતાથી પ્રાપ્ત થાય છે. મીઠી બદામ ખાવાના ઉપયોગમાં લેવાય છે જ્યારે કડવી બદામનું તેલ બનાવાય છે. જે રસોઇ બનાવાના ઉપયોગમાં લઇ શકાય છે.
  • પલાળેલી બદામમાં પ્રચુર માત્રામાં એન્ટિઓકિસડેન્ટ રહેલ હોય છે. જેના કારણે તે વધતી ઉંમરના લક્ષણોને પણ ઓછા કરે છે. પલાળેલી બદામમાં વિટામિન-બી ૧૭ અને ફેલિક એસિડ હોય છે જે કેન્સરના જોખમને ઓછું કરે છે.

બદામ ખાવાથી મગજ તીવ્ર બને છે

બદામને મગજ માટે સર્વોતમ આહાર માનવામાં આવે છે. તેમાં રહેલ વિટામિન-ઇ માત્ર મગજની તીવ્રતા વધારવામાં મદદ કરે છે. સાથે યાદશક્તિને પણ જાળવી રાખે છે. બદામમાં ઝિંક પણ ખૂબ જ હોય છે. જે મગજની કોશિકાઓને હાનિકારક આક્રમણથી પણ બચાવે છે તેમજ તેમાંથી પ્રાપ્ત થતા વિટામિન બી-૬ મગજની કોશિકાઓને સારી રાખવામાં મદદ કરે છે.

વજન ઘટાડવામાં લાભ

અનેક પોષકતત્ત્વોથી ભરપૂર બદામ વજન ઘટાડવામાં પણ સહાયક બને છે. થોડી બદામ ખાવાથી તમારું પેટ ભરાઇ જાય છે અને વધુ ખાવાથી તમે બચી શકો છો સાથે જ ઝિંક અને વિટામિન-બીની હાજરીના કારણે તમને ગળ્યું ખાવાનું પણ મન નથી થતું.

બદામમાં રહેલ ષધીય ગુણ

ગર્ભવતી મહિલાઓ પણ બદામ લઇ શકે છે. બદામમાં ફેલિક એસિડ હોય છે. જે આવનાર બાળકને તંદુરસ્ત બનાવે છે. ગર્ભવતી સ્ત્રીઓએ ખાસ લેવી જોઇએ બદામ.

કબજિયાતમાં રાહત

બદામમાં ફાયબર પ્રચુર માત્રમાં રહેલું હોય છે. તે માત્ર કબજિયાતમાં જ રાહત નથી આપતું, પરંતુ કબજિયાતથી દૂર રાખે છે. બદામ ખાવાથી કોલોન કેન્સર થવાની શક્યતા ઓછી થાય છે. કબજિયાતને દૂર રાખવા માટે રોજ ૪-૫ બદામ ખાવી જોઇએ અને વધુ માત્રામાં પાણી પીવું જોઇએ.

હૃદય માટે

બદામમાં મેગ્નેશિયમ પ્રચુર માત્રામાં હોય છે. તે રક્ત પરિભ્રમણ તેમજ બ્લડપ્રેશરમાં સુધારો લાવે છે તેમજ હૃદયના હુમલાના જોખમને ઘટાડે છે. બદામમાં નોન સેચ્યુરેટેડ ફેટ હોય છે જે હૃદયના સ્વાસ્થ્યને સંભાળીને રાખે છે. રોજિંદા ખોરાકમાં એક મૂઠી બદામ ખાવી જોઇએ.

 બદામના અમુક નુકસાન

જે લોકોને પિતાશય કે કિડનીને સંબંધિત બીમારી હોય તેમને બદામ ના લેવી જોઇએ.

બદામની તાસીર ગરમ હોય છે માટે વધુ લોકો શિયાળામાં જ લેવાનું પસંદ કરે છે. ગરમીમાં પણ તેને ખાઇ શકાય છે પણ ઓછી માત્રામાં લેવી યોગ્ય માનવામાં આવે છે. ગરમી વધવાની શક્યતા પણ વધે છે. માટે કોઇ પણ દર્દીએ નિષ્ણાતની સલાહ લઈને પછીજ બદામ લેવી જોઇએ.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન