સરકારી કર્મચારીઓને ધૂળેટીની ભેટ, મળશે આ ધનલાભ - Sandesh
  • Home
  • Gandhinagar
  • સરકારી કર્મચારીઓને ધૂળેટીની ભેટ, મળશે આ ધનલાભ

સરકારી કર્મચારીઓને ધૂળેટીની ભેટ, મળશે આ ધનલાભ

 | 10:50 am IST

ગુજરાતમાં રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા પગારપંચમાં રહેલા તફાવતની રકમની ચુકવણી કરવામાં આવશે. આ રકમ કુલ ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે. ગાંધીનગરમાં નાણાંપ્રધાન નીતિન પટેલે કલમ 44 હેઠળ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જો કે સરકારના આ નિર્ણયથી રાજ્યસરકારની તિજોરી પર 3279.79 કરોડનો વધું આર્થિક બોજ પડશે. આ રકમ સરકારી કર્મચારીઓને અને પેન્શનરોને તેમના ખાતામાં જમા થાય તે રીતે ચુકવવામાં આવશે.

ગાંધીનગરમાં નાણાંપ્રધાન નીતિન પટેલે રાજ્યસરકારના કર્મચારીઓને ધૂળેટીની ભેટ આપતા જાહેર કર્યું હતું કે રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ જે તફાવત મળવા પાત્ર છે તેની ચુકવણી રાજ્ય સરકાર ત્રણ હપ્તામાં કરશે. પહેલો હપ્તો માર્ચમાં ચુકવાશે. જ્યારે બીજો હપ્તો મે મહિનામાં અને ત્રીજો હપ્તો જુલાઈ મહિનામાં ચુકવાશે.

ગુજરાતમાં ચાર લાખથી વધું કર્મચારીઓ અને એનાથી પણ મોટી સંખ્યામાં પેન્શનરોને તેનો લાભ મળશે.

આથી રાજ્ય સરકારે કુલ 3279.79 કરોડ વધારાનો આર્થિક બોજ પડશે.

ઉલ્લેખનિય છે કે નીતિન પટેલે વેટ વિશે પણ ગઈ કાલે ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું હતું કે રાજ્યમાં સૌથી ઓછો વેટ લાગુ કરવામાં આવે છે. જો કે પેટ્રોલ અને ડિઝલ  પર વેટ મામલે બુધવારે વિધાનસભામાં ભારે ગરમાગરમી થઈ ગઈ હતી. કેટલાંક કોંગ્રેસી નેતા વેલમાં ધસી ગયા હતા. અને વેટનો વિરોધ કર્યો હતો. ત્યારે નીતિન પ ટેલે જવાબ આપતા કહ્યું હતું કે દેશમાં કોંગ્રેસ શાસિત પ્રદેશોમાં વધારે વેટ ઉધરાવાય છે. પશ્રિમ બંગાળમાં પણ આ પેદાશ પર વેટ વધું છે. પંજાબમાં 28 ટકા અને કર્ણાટકમાં 30 ટકા વેટ પેટ્રોલ અને ડિઝલ પર વસુલવામાં આવે છે. કેરળમાં 25 ટકા અને પશ્રિમ બંગાળમાં 31 ટકા વેટ છે જ્યારે ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલ પર માત્ર 20 ટકા વેટ અને 4 ટકા સેસ વસુલવામાં આવે છે.