મેરેજમાં પહેરો આ 3માંથી એક ટાઇપની સાડી, અને આપો ગ્લેમરસ લુક - Sandesh
  • Home
  • Lifestyle
  • મેરેજમાં પહેરો આ 3માંથી એક ટાઇપની સાડી, અને આપો ગ્લેમરસ લુક

મેરેજમાં પહેરો આ 3માંથી એક ટાઇપની સાડી, અને આપો ગ્લેમરસ લુક

 | 3:21 pm IST

ગુજરાતીમાં કળીવાળી સાડી તરીકે ઓળખાતી ફ્લેર સાડી પહેરાતાં ચણિયાચોળી જેવી વધુ લાગે છે. મૂળ આ પ્રીસ્ટિચ્ડ સાડીનો જ એક પ્રકાર છે, જેમાં સ્કર્ટનો ભાગ કળીઓ લઈ સીવી દેવામાં આવ્યો હોય છે, જ્યારે પાલવનો ભાગ છૂટો રાખવામાં આવે છે. આ પાલવ તમે ગુજરાતી તથા બેન્ગોલી બને રીતે પહેરી શકો છો. સ્કર્ટના ભાગમાં લીધેલી કળી આખી સાડીને ફ્લેરવાળો લુક આપે છે, જેને કારણે ચણિયાચોળી પહેરવામાં શરમ અનુભવતી મોટી ઉંમરની સ્ત્રીઓ પણ એને વટથી પહેરી શકે છે. આવી ફ્લેરવાળી સાડી મોટા ભાગે બેજ કલરની નેટમાંથી બનાવવામાં આવે છે, જેની સાથે મિક્સ એન્ડ મેચ કલરફુલ બ્લાઉઝ વધુ ઇન થિન્ગ ગણાય છે.

ક્વર્કી સાડી
પિન્ક, બ્લુ, યલો, રેડ, વાઇન રેડ, ગ્રીન વગેરે જેવા વાઇબ્રન્ટ કલર્સમાં આવતી આ સાડી કોલેજિયન્સમાં ખાસ પોપ્યુલર છે. આવી સાડીની ખાસિયત એ હોય છે કે, એને કોઈ પણ પ્રકારના ડેકોરેશન કે ઝાકઝમાળની જરૂર પડતી નથી. એની પ્રિન્ટ જ એટલી બોલકી હોય છે કે જોનારની આંખોને રીતસરની મોહી લે છે. આવી સાડીઓ પર સાદું સ્લીવલેસ બ્લાઉઝ કે સ્પેઘેટી ટોપ પૂરતું થઈ રહે છે. સ્ટાઇલ સ્ટેટમેન્ટ તરીકે તમે ઇચ્છો તો એનો એકાદ સારો નેકપીસ પણ પહેરી શકો છો.

ડબલ સાડી
હાફ-હાફ સાડી તરીકે ઓળખાતી આ ડબલ સાડી જૂના જમાનામાં મહિલાઓ જેને પાટલી પાલવ તરીકે ઓળખતી હતી એની યાદ અપાવી જાય છે. જોકે એ દિવસોમાં આખી સાડી મોટા ભાગે એક જ મટીરિયલમાંથી બનતી હતી, માત્ર પાટલીના ભાગનાં કલર તથા પ્રિન્ટ આખી સાડીની સરખામણીએ અલગ રહેતાં હતાં. હવેની આ ડબલ સાડીમાં વાસ્તવમાં બે અલગ-અલગ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે પાટલી સુધીની સાડી એક મટીરિયલની અને પલ્લુ બીજા મટીરિયલનો અથવા પાટલી પહેલાંની સાડી એક મટીરિયલની અને પાટલી તથા પલ્લુ બીજાં મટીરિયલને ભેગાં કરીને તૈયાર કરવામાં આવે છે.

બોર્ડરવાળી સાડી
છેલ્લાં કેટલાંક વર્ષોમાં સાદી હોય કે સિલ્કની દરેક પ્રકારની સાડી પર હેવી બોર્ડર મૂકવાની ફેશને માઝા મૂકી છે. સાધારણ એક ઇંચથી માંડી 5-6 ઇંચ સુધીની પહોળાઈ ધરાવતી સિંગલ અથવા બે-ત્રણ બોર્ડરનું કોમ્બિનેશન આખી સાડીનો લુક બદલી નાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન