ડિફરન્ટ ટાઇપ ઓફ સ્ટાઇલિશ જેકેટ  - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • ડિફરન્ટ ટાઇપ ઓફ સ્ટાઇલિશ જેકેટ 

ડિફરન્ટ ટાઇપ ઓફ સ્ટાઇલિશ જેકેટ 

 | 12:08 am IST

ટ્રેન્ડ :- મોના સુતરિયા

મોટાભાગની મહિલાઓ સિઝન અનુસાર કપડાં પહેરવા પસંદ કરે છે. વિન્ટર, સમર અને મોનસૂન આ ત્રણેય મુખ્ય સિઝનોમાં કપડાંની સ્ટાઇલ તથા પસંદગીમાં તફાવત જોવા મળે જ છે. આ તફાવતને સમજીને દરેક મહિલા કપડાની પસંદગી કરે છે. સામાન્ય રીતે મોનસૂનની સિઝનની વાત કરીએ તો, મોનસૂનમાં મોટાભાગે ઝડપથી સુકાઇ જાય તેવા કાપડની પસંદગી કરવામાં આવે છે. પરંતુ હવે આ વિચારસરણીમાં થોડો ફેરફાર જોવા મળે છે. અત્યારની સિઝનમાં વરસાદને માણવાની મજા છે, તેની સાથે વાતાવરણમાં આવતા ઠંડકના કારણે બિમારીઓ પણ આવે છે. આ સિઝનમાં ઠંડી અને વરસાદ બંનેનો અનુભવ થાય છે. તેમાં પણ મહિલાઓ સ્ટાઇલિશ દેખાવા ઇચ્છે તો છે. સ્ટાઇલિશ દેખાવા માટે તેઓ ટ્રેન્ડને ફોલો કરે છે.

અત્યારે વનપીસ, કેપરી, જીન્સ, ટીશર્ટ કે શર્ટ હોય કે પછી ફોર્મલવેર કેમ પહેર્યા ન હોય. તેની પર સ્ટાઇલિશ જેકેટ પહેરવામાં આવે તો એટ્રેક્ટિવ લુક મળે છે.

જેકેટની સ્ટાઇલ

અત્યારના સમયમાં જેકેટ વિવિધ પ્રકારની સ્ટાઇલમાં જોવા મળે છે, તેમાં અપ એન્ડ ડાઉન જેકેટ, ડેનિમ શોર્ટ જેકેટ, પ્રિન્ટેડ જેકેટ, બોમ્બર જેકેટ, ઇવનિંગ કોટ, ફ્લોરલ સ્ટાઇલ જેકેટ, ઓપન જેકેટ, શ્રગ, ઓવર કોટ, ટ્રેડિશનલ જેકેટ વગેરે જેવી સ્ટાઇલના જેકેટ સ્ટાઇલિશ લુક આપે છે.

શેની પર પહેરી શકાય ?

આ ડિફરન્ટ સ્ટાઇલના સ્ટાઇલિશ જેકેટ તમે જીન્સ-ટીશર્ટ, કેપરી- ટીશર્ટ, શર્ટ પર કે વન પીસ પર જેકેટ પહેરી શકો છો.

  • સ્કર્ટ અને ટીશર્ટ પર શોર્ટ જેકેટ, તે જ રીતે કેપરી પર શોર્ટ અપ એન્ડ ડાઉન જેકેટ ફંકી લુક આપે છે.
  • લોંગ કુર્તી પર શોર્ટ જેકેટ પહેરી શકો છો, તે જ રીતે નેરો પેન્ટ અને શોર્ટ ટીશર્ટ પર લોંગ જેકેટ કે શ્રગ પહેરવાથી ખાસ સ્ટાઇલિશ લૂક મેળવી શકો છો.
  • સ્ટાઇલમાં વધારો કરવા માટે તમે જેકેટ પર સ્કાર્ફનો ઉપયોગ કરી શકો છો.

જ્વેલરીની પસંદગી

જેકેટ પહેરવાથી સિમ્પલની સાથે સ્ટાઇલિશ લુક તો મળશે. તેમાં તમે સિમ્પલ શોર્ટ ચેઇન, ચોકર, લોંગ ચેઇન પહેરી શકો છો. ઇયરરિંગમાં લોંગ ઇયરરિંગ કરતા ડેલિકેટ ડાયમંડ કે મોતીના ટોપ સિલેક્ટ કરો, અને તે જ પહેરો. હાથમાં વોચ અને બીજા હાથે સિમ્પલ લુઝ બ્રેસલેટ પહેરી શકો છો.

[email protected]