new verity of Different Types Of Samosa In India tray at home
  • Home
  • Featured
  • લોકડાઉનમાં ઘરે બનાવો નીતનવું, બટેટાના સમોસાતો બહુ ખાધા આજે ટ્રાય કરો આ સમોસા

લોકડાઉનમાં ઘરે બનાવો નીતનવું, બટેટાના સમોસાતો બહુ ખાધા આજે ટ્રાય કરો આ સમોસા

 | 11:55 am IST

હાલ સમગ્ર દેશમાં 21 દિવસ માટે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ઘરમાં પરિવાર સાથે રોજ નવુ બનાવો અને ખવડાવો. આમતો સમોસા આપણે નાસ્તામાં ઉપયોગમાં લઈએ છીએ. સમોસા બટેટા વીના આપણે કલ્પી પણ ન શકીએ. પણ કેટલાક લોકોને બટેટા ખાવાનું બહુ મન નથી હોતુ હવે આ માટે તમે આજે નવી પદ્ધતિથી બનાવો આ સમોસા ખાનારા આંગળા ચાટતા થઈ જશે.

આજે મગની દાળના ટેસ્ટી સમોસા બનાવીશું. આવો જોઇએ મગની દાળના સમોસા કેવી રીતે બનાવવા.

સામગ્રી

બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં મેંદામાં મીઠું, તેલ અને પાણી મિક્સ કરી કણક બાંધો અને 15 મિનિટ માટે અલગ રાખો. તે બાદ મધ્યમ આંચ પર એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. પેન ગરમ થાય ત્યાં સુધી મગની દાળને કરકરી પીસી લો. ગરમ તેલમાં જીરૂ અને હીંગ મિક્સ કરોય તે બાદ તેમા મગની દાળ, લાલ મરચુ, ધાણાજીરૂ,ગરમ મસાલો અને મીઠું નાખી બરાબર મિક્સ કરો.મિશ્રણ તૈયાર છે.

હવે આંચ બંધ કરી તેને ઠંડુ થવા દો. હવે કણકની રોટલી બનાવો. તેને વચ્ચેથી કટ કરી તેમા બનાવેલ મગની દાળનું મિશ્રણ ભરો અને તેને ત્રિકોણ શેપ આપી ભીના હાથથી કિનારી ચીપકાવી દો. બીજી બાજુ ફરીથી મધ્યમ આંચ પર તેલ ગરમ મૂકવા મૂકો. તેલ ગરમ થતા જ સમોસા તળીલો. સમોસા લાઇટ બ્રાઉન રંગના થાય એટલે બહાર કાઢી લો. મગની દાળના સમોસા તૈયાર છે. આ સમોસાને તમે સોસ,કોથમીરની ચટણી કે ગરમાગરમ ચાની સાથે સર્વ કરો.

આ વીડિયો જુઓ: આમ બનાવો કોર્ન કેપ્સિકમ પનીર સેન્ડવીચ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન