ઊંઘવાની સ્થિતિ પરથી નક્કી કરો તમારા માટે કેવુ ઓશિકું રહેશે એકદમ પર્ફેક્ટ - Sandesh
  • Home
  • Lifestyle
  • ઊંઘવાની સ્થિતિ પરથી નક્કી કરો તમારા માટે કેવુ ઓશિકું રહેશે એકદમ પર્ફેક્ટ

ઊંઘવાની સ્થિતિ પરથી નક્કી કરો તમારા માટે કેવુ ઓશિકું રહેશે એકદમ પર્ફેક્ટ

 | 6:16 pm IST

તમારું ઓશીકું તમારી ખલેલ વગરની ઊંઘ કે ખરાબ ઊંઘ નક્કી કરે છે. તમારે જો પોતાના માટે યોગ્ય ઓશિકું પસંદ કરવું હોય તો એ તમારી સુવાની સ્થિતિ પરથી નક્કી કરી શકાય છે. તમે છત્તા, ઉંધા કે આડા સુવો છો તેના પરથી તમારું ઓશીકું નક્કી કરશો તો તમારા માટે યોગ્ય રહેશે. સામાન્ય રીતે આદર્શ ઓશીકું મિડિયમ ફર્મ અને બહું જાડું ન હોવું જોઈએ. તો જાણી લો તમે પણ તમારી સુવાની સ્થિતિ પરથી તમારું ઓશીકું કેવી રીતે નક્કી કરશો..

1. છત્તા સુનારા માટે મેમરી ફર્મનું ઓશીકું હોવું જરુરી છે. મેમરી ફર્મ તમારા ગળાના કર્વ પ્રમાણે મોલ્ડ થશે કે વોટર ઓશીકું જે તમને એક સરસ આધાર આપશે. જો તમને બેકપેઈન હોય તો તમે તમારા પગના ઘૂંટણ નીચે પણ ઓશીકું મુકી શકો છો.
2. જે લોકો સાઈડમાં સુતા હોય તેમના માટે મિડીયમ ફર્મનું ઓશીકું ઉત્તમ છે. જે તમારા માથા અને ગળાને સુતી વખતે સારો આધાર આપે. તમે ઘૂંટણની વચ્ચે પણ ઓશીકું રાખશો તો સ્પાઈનલ અલાઈમેન્ટને આધાર મળશે અને તમને ઉઠ્યાં પછી તાજગીનો અનુભવ કરશો.
3. ઉંધા સુવો છો? આવું સૂવું તજજ્ઞો રેકમેન્ડ નથી કરતા. આનાથી તમારા લોઅર બેક પર ભાર આવે છે અને તમને ગળામાં દુખાવો પણ થઈ શકે છે.