પાચનતંત્રને સ્વસ્થ રાખવા નાસપતિને આપો ડાયેટમાં સ્થાન - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • પાચનતંત્રને સ્વસ્થ રાખવા નાસપતિને આપો ડાયેટમાં સ્થાન

પાચનતંત્રને સ્વસ્થ રાખવા નાસપતિને આપો ડાયેટમાં સ્થાન

 | 12:11 am IST

ડાયટ ટિપ્સ :-  હિરલ ભટ્ટ

નાસપતિ ભારતમાં બીજા ફ્ળની માફ્ક વધુ લોકપ્રિય નથી. પરંતુ તેને પસંદ કરનારા લોકોનુ પ્રમાણ ઓછુ પણ નથી. નાસપતિનો સ્વાદ મીઠો અને તે રસદાર ફ્ળ છે. અમુક રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે નાસપતિની છાલ ખુબ જ ફયદાકારક હોય છે. એક નાસપતિમાં એટલુ ફયબર હોય છે કે જેમાં પુરા દિવસની ફયબરની જરુરિયાત પુર્ણ થાય છે. નાસપતિ પાચનક્રિયા માટે ખુબજ મહત્વનુ કાર્ય કરે છે. તેમા રહેલ ફયબર પાચનતંત્રને સ્વસ્થ રાખે છે સાથે-સાથે કોલેસ્ટરોલ લેવલને પણ ઓછું કરે છે. જેનાથી હૃદરોગ થતો અટકે છે તેમજ ટાઇપ૨ ડાયાબિટિસ સામે પણ રક્ષણ આપે છે.

કોઇપણ ખાઇ શ્કે છે

ઘણા લોકોને અમુક ચોક્કસ બિમારીના કારણે અમુક ફ્ળ ખાવાની મનાઇ હોય છે. પરંતુ નાસપતિ એવું ફ્ળ છે જેને કોઇ પણ વ્યક્તિ ખાઇ શકે છે. નાસપતિ એસિડિક ફ્ળ નથી માટે તે સરળતાથી પચી જાય છે. તેનાથી કોઇપણ પ્રકારની એલર્જી નથી થતી.

સ્વાસ્થ વર્ધક છે

નાસપતિમાં લેવોલોઝ હોય છે તે શર્કરાનુ કુદરતિ સ્વરુપ છે જે ખુબ સ્વાસ્થવર્ધક હોય છે. જ્યારે પણ કાંઇ મિઠુ ખાવાનુ મન થાય તો તેને ખાઇ શકાય છે. ચોકલેટ કે આઇસ્ક્રિમના બદલે નાસપતિ ખાવી વધુ યોગ્ય છે. તે લોહિમાં શર્કરાનું પ્રમણ જાળવી રાખે છે.

સ્કિન માટે ફયદાકારક

નાસપતિ માં રહેલ વિટામિન એ અને એંટિઓક્સિડેટ ત્વચા પર ફ્રી રેડિકલ્સ ની અસરને ઓછી કરે છે અને કરચલી, ખીલ અને બીજી સ્કિનની સમસ્યાથી દુર કરે છે. તે વાળને ખરતા અટકાવે છે.

એનિમિયા

નાસપતિ આયર્નનો એક સ્ત્રોત છે. જે હિમોગ્લોબિનના લેવલને વધારે છે. અને એનિમિયાના દર્દીને રક્ષણ આપે છે. ગરમીમાં સવાર-સાંજ નાસપતિ નો જ્યુસ પિવાથી શરીર ઠંડુ રહે છે. તેમજ ગળાને લગતી સમસ્યા દુર કરે છે.

ગર્ભવતિ સ્ત્રીઓ માટે

નાસપતિ ગર્ભવતિ સ્ત્રીઓ માટે તેમજ તેના બાળક માટે ખુબ લાભદાયી છે. નાસપતિમાં રહેલ ફેલીક એસિડ ગર્ભવતી સ્ત્રીના શીશુ ને નેચરલ ટયુબ ડિફેકટ ના જોખમ થી બચાવે છે.

હાડકા માટે

નાસપતિમાં બોરોન રહેલુ હોય છે. બોરોન હાડકામાં કેલ્સિયમ જાળવી રાખવામાં મદદ કરે છે. માટે નાસપતિ ખાવાથી ઓસ્ટિઓપોરોસિસનુ જોખમ ખુબ  ઘટી જાય છે.

સોજા ઓછા કરે છે

નાસપતિનો જ્યુસ આર્થરાઇટિસના દર્દીઓ માટે ફયદાકારક હોય છે. જે હાથ-પગના સોજામાં રાહત આપે છે. આર્થરાઇટિસના દર્દીઓએ નાસપતિ પૂરતા પ્રમાણમાં લેવી જોઇએ.

[email protected]