ડિજિટલ ઈન્ડિયાએ તો સાબરકાંઠાના શિક્ષકોને ચડાવ્યા ડૂંગરે! - Sandesh
  • Home
  • Gujarat
  • ડિજિટલ ઈન્ડિયાએ તો સાબરકાંઠાના શિક્ષકોને ચડાવ્યા ડૂંગરે!

ડિજિટલ ઈન્ડિયાએ તો સાબરકાંઠાના શિક્ષકોને ચડાવ્યા ડૂંગરે!

 | 7:52 pm IST

એક તરફ ડિજિટલ ઇન્ડીયાના મોટા-મોટા બણગા ફોડવામાં આવી રહ્યાં છે તો બીજી બાજુ અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં નેટવર્કના પણ ફાફા પડી રહ્યા છે. પોશીના તાલુકા વિસ્તારથી માત્ર 4 કિલોમીટર દૂર આવેલ અજાવાસ પ્રાથમિક શાળામાં જ નેટવર્ક ન આવતું હોવાથી અહીની શાળાના મુખ્ય શિક્ષક ડુંગર ઉપર જઈ બાળકો અને શિક્ષકોની હાજરી પૂરતા નજરે પડે છે.

રાજ્ય સરકારે ગુજરાતમાં પ્રાથમિક સ્કુલોના બાળકો અને શિક્ષકોની ઓનલાઇન હાજરી પુરવાની સીસ્ટમ શરૂ કરી છે. જોકે, જિલ્લાના પોશીના તાલુકાના 41 સ્કુલોના શિક્ષકો ઈન્ટરનેટ નેટવર્ક ન મળતું હોવાથી ડુંગર ઉપર ઓનલાઈન હાજરી પુરવા માટે જવું પડી રહ્યું છે.

એક તરફ ડિજિટલ ઇન્ડીયાની વાતો થઇ રહી છે, ત્યારે બીજી બાજું સરકાર શિક્ષણની ગુણવત્તા વધારવા અને પારદર્શી શિક્ષણ બનાવવા નવા નવા નુસખા અપનાવી રહી છે. જોકે, મેનેજમેન્ટના કારણે પાછળથી સામાન્ય લોકોને મુશ્કેલીઓ પડે છે તેની કોઈ જ જાણ શુદ્ધા લેતું નથી. હાલમાં રાજ્યમાં દિવાળી સત્ર બાદ ઉઘડતી શાળાએ તમામ પ્રાથમિક શાળામાં ઓનલાઈન હાજરી ભરવાનો નવો નિયમ લાગૂં કરવામાં આવી રહ્યો છે. તેવામાં સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ એવા પોશીના તાલુકામાં 41 શાળાઓમાં ઈન્ટરનેટ નેટવર્ક ન મળતું હોવાથી ત્યાંના મુખ્ય શિક્ષકોની પરેશાનીમાં વધારો થયો છે.

હાજરી પુરવા માટે શિક્ષકોને નેટવર્ક આવતો હોય તેવા વિસ્તારમાં જવું પડતું હોય છે, તેવામાં શિક્ષકો દ્વારા શાળાથી દૂર બેથી ત્રણ કિલોમીટર દૂર આવેલા ડૂંગરો ઉપર જવું પડી રહ્યું છે. તેવામાં શિક્ષકોના બેથી ત્રણ કલાક તો હાજરી પૂરવાના કામમાં જ વેડફાઈ જાય છે. કોઈપણ નવી સિસ્ટમ અપનાવવા પાછળનો હેતું માનવ જીવનને વધુ સરળ બનાવી શકાવાનો હોય છે પરંતુ સરકાર દ્વારા પહેલાથી અધુરા મેનેજમેન્ટને લઈને લીધેલા નિર્ણયથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંનેના જીવન પર નકારાત્મક અસર પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન