અંકોના ઈશારા - Sandesh
NIFTY 10,987.55 -31.35  |  SENSEX 36,498.25 +-43.38  |  USD 68.6000 +0.08
1.6M
1M
1.7M
APPS

અંકોના ઈશારા

 | 1:52 am IST

અંકશાસ્ત્ર દ્વારા આપનું ભવિષ્ય જાણવા માટે આપની જન્મતારીખ+જન્મનો મહિનો+વર્ષ = કોઈ એક નંબર આવશે, એ તમારો વાર્ષિક ભાગ્યાંક ગણાશે.

દા.ત. જન્મતારીખ “૧૧ જાન્યુઆરી, ૧૯૯૦” હોય તો, ૧+૧+૦+૧+૧+૯+૯+૦=૨૨, ૨+૨=૪ આ તમારો વાર્ષિક ભાગ્યાંક ગણાશે. તેને આધારે તમારું ભવિષ્ય જાણી શકો છો

 

કાર્યક્ષેત્ર અને વ્યાપારમાં ઉતાર-ચઢાવની સ્થિતિ રહેશે. કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે. મહેનતથી કરેલા કામનું શુભ પરિણામ પ્રાપ્ત થશે. વ્યાપારમાં લાભના અવસર ઓછા મળશે. જોખમી લાગતી બાબતોમાં નિર્ણય લેવાનું ટાળજો. પરિવારમાં કોઇપણનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. કોઇપણ જગ્યાએ યાત્રા માટે જવાનું હોય તો હાલ પૂરતંુ ટાળવું.

શુભ રંગ : લાલ

 

માનસિક રીતે હેરાન થઇ શકો છો. કાર્યક્ષેત્ર અને વ્યાપારમાં કોઇ વાતને લઇને મનમાં શંકા રહેશે. બદલાવના અવસરો સામે આવી શકે છે, અને નિર્ણય લેતી વખતે વિચાર કરવો. ઉન્નતિના અવસર ઓછા મળશે. મહત્ત્વપૂર્ણ બાબતોમાં વિઘ્ન આવી શકે છે. વ્યાપાર અને લાભના અવસરો ઓછા જ મળશે. ઋતુના બદલવાથી તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે.

શુભ રંગ : પીળો

 

કાર્યક્ષેત્રમાં અને વ્યાપારમાં વાતાવરણ આપના અનુકૂળ રહેશે. મિત્રો અને અધિકારીઓનો સહયોગ મળી રહેશે. કાર્યક્ષેત્રમાં અટકેલા કાર્યો પાર પડશે. વ્યાપારમાં અટકેલા નાણાં પરત મળી શકે છે. કયાંક યાત્રાએ જવાનો કાર્યક્રમ બની શકે છે. પરિવારમાં ખુશીનો માહોલ બની શકે છે. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે.

શુભ રંગ : કેસરી

 

કાર્યક્ષેત્ર અને વ્યાપારમાં મિત્રો અને અધિકારીઓનો સાથ મળી શકે છે. નવા લોકો સાથે આપની મુલાકાત થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ આવી શકે છે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. વાહન અને મશીનરીના પ્રયોગમાં સાવધાની રાખવી. તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

શુભ રંગ : લીલો

 

કાર્યક્ષેત્ર અને વ્યાપારમાં નસીબ સાથ આપશે. તેને નવી ઊર્જાથી પરિપૂર્ણ રહેશો. મિત્રો અને અધિકારીઓનો સાથ મળી રહેશે. વ્યાપારમાં લાભના નવા અવસર મળી રહેશે. નવી યોજનાઓે માટેના કાર્યનો આરંભ કરી શકો છો. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ સોપવામાં આવશે. બેરોજગારોને રોજગાર માટે ના અવસરો મળી શકશે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે.

શુભ રંગ : ભૂરો

 

કાર્યક્ષેત્ર અને વ્યાપારમાં આપનો સમય સરેરાશ રીતે સારો રહેશે. લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનું નિરાકરણ આવી શકશે. નવી સમસ્યાઓ સામે આવી શકે છે. મનમાં કોઇપણ વાતને લઇને મંુઝવણ અનુભવી શકો છો. વ્યાપારમાં લાભ થવાના નવા અવસરો મળી શકે છે. પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે.

શુભ રંગ : જાંબલી

 

કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવી. કોઇપણ કામને અધૂરું મૂકવું નહિ, તેમજ કોઇપણ કામમાં બેદરકાર રહેવું નહિ. કાર્યક્ષેત્રમાં સાથિયોના સહયોગથી મહત્ત્વપૂર્ણ કાર્યોમાં સફળતા મળી રહેશે. વ્યાપારમાં લાભના નવા અવસરો મળી રહેશે. કોઇપણ વ્યક્તિ પર આંખ બંધ કરીને ભરોસો કરવો નહિ. વાહનના પ્રયોગમાં સાવધાની રાખવી. પરિવાર તરફથી સહયોગ મળી રહેશે.

શુભ રંગ : લાલ

 

તમને તમારા ભાગ્યનો સાથ મળી રહેશે. મિત્રો અને અધિકારીઓનો સહયોગ મળી રહેશે. કોઇપણ કાર્યમાં ઉતાવળ ન કરવી . કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. તમારા વિરોધીઓ હાવી થવાનો પ્રયાસ કરી શકે છે. વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખવું. પ્રતિસ્પર્ધાની સ્થિતિથી દૂર રહેવું. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.

શુભ રંગ : ગુલાબી

 

કાર્યક્ષેત્ર અને વ્યાપારમાં ઉતાર-ચઢાવની સ્થિતિ રહેશે. કાર્યક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ કાર્યોમાં ટીમ વર્કથી સફળતા મળી રહેશે. વ્યાપાર સાથે જોડાયેલ બાબતોમાં સાવધાની રાખવી. વિવાદોની સ્થિતિથી દૂર રહેવું. પોતાના વ્યવહારમાં વિનમ્રતા રાખવી. વાહન બાબતે સાવધાની રાખવી. ક્યાંય પણ બહાર જવાનો કાર્યક્રમ હોય તો હાલ પૂરતો ટાળી દેવો. પરિવારનો સહયોગ મળી રહેશે.

શુભ રંગ : સોનેરી