અંકોના ઈશારા - Sandesh

અંકોના ઈશારા

 | 2:52 am IST

અંકશાસ્ત્ર દ્વારા આપનું ભવિષ્ય જાણવા માટે આપની જન્મતારીખ+જન્મનો મહિનો+વર્ષ = કોઈ એક નંબર આવશે, એ તમારો વાર્ષિક ભાગ્યાંક ગણાશે.

દા.ત. જન્મતારીખ “૧૧ જાન્યુઆરી, ૧૯૯૦” હોય તો, ૧+૧+૦+૧+૧+૯+૯+૦=૨૨, ૨+૨=૪ આ તમારો વાર્ષિક ભાગ્યાંક ગણાશે. તેને આધારે તમારું ભવિષ્ય જાણી શકો છો

 

કાર્યક્ષેત્રમાં સફ્ળતા મળવાના પ્રબળ યોગ છે. તમે તમારી બુદ્ધિ અને વાતચીતના બળ પર ઘણુંબધું મેળવી શકશો. આર્થિક પ્રગતિના અવસર પણ ખૂલશે. આ મામલે કોઈ સકારાત્મક સમાચાર મળી શકે છે.

શુભ રંગ- લાલ

 

 

આ સમય દરમિયાન યાત્રાઓથી સફ્ળતા મળવાના યોગ નથી. કાર્યક્ષેત્રમાં કોઈ પાર્ટનરશિપ તમારા માટે શુભ પરિણામ લઈને આવી શકે છે. આર્થિક રીતે ધીરેધીરે તમને ફયદો થતો જણાશે. આ ઉપરાંત કોઈ ગિફ્ટ મળી શકે છે પછી ભલે તે તમારી અપેક્ષાથી થોડું ઓછું હોય.

શુભ રંગ- પીળો

 

 

કાર્યક્ષેત્રમાં તમને મહિલા વર્ગથી બહુ સપોર્ટ મળશે. જીવનમાં પ્રગતિ જરૂર થશે. તમે જેટલા તમારા પ્રોજેક્ટ તરફ્ જાગૃત થઈને નિર્ણય લેશો એટલો જ જલદી ફયદો પણ થશે. આર્થિક પ્રગતિના અવસર મળશે અને સકારાત્મક પરિણામના યોગ છે. તમારા રોકાણ દ્વારા સફ્ળતા ચોક્કસ મળશે.

શુભ રંગ- જાંબલી

 

 

મહિલા સહકર્મીઓ સાથે સારા સંબંધ બનાવીને રાખો, કેમ કે એમની મદદ દ્વારા તમારા પ્રોજેક્ટમાં સફ્ળતા મળવાના યોગ છે. લવ લાઈફ્માં ધીરેધીરે રોમાન્સમાં વધારો થશે. આર્થિક રોકાણની રીત બદલી શકો છો. નવું રોકાણ તમારા માટે શુભ પરિણામ લઈને આવશે.

શુભ રંગ- ગુલાબી

 

 

પરિવારમાં સંયમ અને સમજદારીથી કામ લેશો તો સકૂન અને શાંતિ મહસૂસ કરશો. યાત્રાઓને નજરઅંદાજ કરવી જ ઠીક રહેશે. તથા સ્વાસ્થ્ય પર થોડંુ ધ્યાન આપો.

શુભ રંગ – લીલો

 

 

કાર્યક્ષેત્રમાં મહિલા વર્ગથી સહયોગ મળશે અને શુભ સંયોગ પણ બનશે. યાત્રાઓ દ્વારા શુભ પરિણામ મળી શકે છે. આ મામલે કોઈ પિતા સમાન વ્યક્તિ તમારી મદદ કરશે. આર્થિક ખર્ચા વધવાની શક્યતા છે. સ્ટ્રેસને કારણે સ્વાસ્થ્યમાં તકલીફ્ ઉઠાવવી પડી શકે છે અને કામ પણ પ્રભાવિત થઈ શકે છે.

શુભ રંગ- વાદળી

 

 

આ અઠવાડિયા દરમિયાન આર્થિક પ્રગતિના યોગ બનશે. આ મામલે કોઈ વડીલ તમારી મદદ કરી શકે છે. નવી જગ્યાએ પ્રવાસ ખેડી શકો છો, જે સુખદ રહેશે. કાર્યક્ષેત્રમાં કારણ વિનાની લડાઈ-ઝઘડાથી બચવું, નહિતર તમારે કષ્ટ ભોગવવું પડી શકે છે. થોડા સમયમાં તમને કોઈ સકારાત્મક સમાચાર મળશે.

શુભ રંગ- કેસરી

 

 

આર્થિક પ્રગિતના પણ કેટલાય અવસર તમને મળશે. ભાગીદારીમાં કરેલું રોકાણ તમારા માટે શુભ પરિણામ લઈને આવી શકે છે. તમે તમારા ભવિષ્ય વિશે આયોજન બનાવી શકો છો. કોઈ એવી જગ્યાનો પ્રવાસ કરી શકો છો જ્યાં તમે જવા ઇચ્છો છો.

શુભ રંગ- સફેદ

 

 

કોઈપણ મહિલાની મદદ દ્વારા આર્થિક ઉન્નતિના શુભ યોગ મળતા રહેશે. જીવનમાં ઉન્નતિપૂર્ણ સ્થિતિ બનતી રહેશે, પરિવારનો કોઈ યુવક તમારા કાર્યમાં મદદ કરશે. કાર્યક્ષેત્રમાં તકલીફ્ થઈ શકે છે. ખોટો સ્ટ્રેસ અને અહંકારના ટકરાવથી બચવું. સપ્તહના અંતમાં બધું ઠીક થઈ જશે.

શુભ રંગ- રાખોડી