અંકોના ઈશારા - Sandesh

અંકોના ઈશારા

 | 1:32 am IST

અંકશાસ્ત્ર દ્વારા આપનું ભવિષ્ય જાણવા માટે આપની જન્મતારીખ+જન્મનો મહિનો+વર્ષ = કોઈ એક નંબર આવશે, એ તમારો વાર્ષિક ભાગ્યાંક ગણાશે.

દા.ત. જન્મતારીખ “૧૧ જાન્યુઆરી, ૧૯૯૦” હોય તો, ૧+૧+૦+૧+૧+૯+૯+૦=૨૨, ૨+૨=૪ આ તમારો વાર્ષિક ભાગ્યાંક ગણાશે. તેને આધારે તમારું ભવિષ્ય જાણી શકો છો

 

તમારી કૌટુંબિક સમસ્યાઓનું સમાધાન થશે. પ્રતિસ્પર્ધામાં તમારો વિજય થશે. વેપાર-ધંધામાં સારો લાભ થશે સાથે આર્થિક લાભની તક મળશે.

શુભ રંગ : લાલ

 

અત્યારના સમયે કુટુંબ-વેપારમાં મતભેદ થવાની શક્યતા છે. આ ઉપરાંત તમારા જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ બની શકે છે. તેથી ચિંતામુક્ત રહો, ટૂંક સમયમાં માંગલિક કાર્ય થશે.

 

શુભ રંગ : કેસરી

 

તમારો સમય સારો ચાલી રહ્યો છે, તમે જે પણ કાર્ય કરો તે આત્મવિશ્વાસ સાથે કરો. તમારા પરિચય ક્ષેત્રનો વિસ્તાર થશે, નવીન પ્રવૃત્તિઓ લાભ કરાવશે.

શુભ રંગ : પીળો

 

કળાત્મક કાર્યોમાં તમને લાભ મળશે. ઋણ, રોગ, શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ થશે, તથા વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે, પરંતુ અત્યારના સમયે વિવાદોથી દૂર રહેવંુ હિતાવહ રહેશે.

શુભ રંગ : જાંબલી

 

કર્મક્ષેત્રમાં વિશિષ્ટ મહત્ત્વપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે. ભાગીદાર, જીવનસાથીની સાથે મતભેદ અને યાત્રા કરવામાં તકલીફ પડશે.

શુભ રંગ : સફેદ

 

તમારી ઈચ્છાઓ તેમજ મહત્ત્વાકાંક્ષા પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. તમારો આત્મવિશ્વાસ વધશે, સાથે તમારી આર્થિક આવકમાં વધારો થશે.

શુભ રંગ : લીલો

 

અત્યારના સમયે તમારે શારીરિક સંભાળ લેવાની ખાસ જરૂર છે, વાહન ધ્યાનથી ચલાવો. માતૃપક્ષ તરફ્થી આર્થિક ક્ષેત્રમાં મદદ મળી રહેશે, પરંતુ તમારે અત્યારે કોઇ ધંધામાં રોકાણ ન કરવું.

શુભ રંગ : ભૂરો

 

તમે જે મહેનત કરી રહ્યા છો, તે મહેનત કરતાં ખૂબ ઉત્તમ પરિણામ મળશે. ભૂતકાળમાં તમને તમારા કાર્યના પરિણામ રૂપે લાભ નથી મળ્યો, તે લાભ આવનારા સમયમાં મળશે.

શુભ રંગ : ગુલાબી

 

સંતાનના અભ્યાસ અને કરિયર સંબંધી ચિંતા રહ્યા કરશે. પરિવારના કોઈ ખાસ કામને લીધે તમારા કામમાં અવરોધ આવશે. કોઇપણ ચિંતા કર્યા વિના આત્મવિશ્વાસ સાથે આગળ વધો.

શુભ રંગ : રાખોડી