અંકોના ઈશારા - Sandesh

અંકોના ઈશારા

 | 1:38 am IST

અંકશાસ્ત્ર દ્વારા આપનું ભવિષ્ય જાણવા માટે આપની જન્મતારીખ+જન્મનો મહિનો+વર્ષ = કોઈ એક નંબર આવશે, એ તમારો વાર્ષિક ભાગ્યાંક ગણાશે.

દા.ત. જન્મતારીખ “૧૧ જાન્યુઆરી, ૧૯૯૦” હોય તો, ૧+૧+૦+૧+૧+૯+૯+૦=૨૨, ૨+૨=૪ આ તમારો વાર્ષિક ભાગ્યાંક ગણાશે. તેને આધારે તમારું ભવિષ્ય જાણી શકો છો

 

અત્યારે ખૂબ જ સરસ દિવસો ચાલી રહ્યાં છે. નાના-મોટા પ્રવાસે જવાનું થશે. અજાણી વ્યકિત તરફ્થી પ્રેમ પ્રસ્તાવ આવી શકે છે. બપોર પછી કોઇ નજીકના સ્વજન સાથે મિલન-મુલાકાત થશે. જેનાથી તમને લાભ થશે.

શુભ રંગ : રાખોડી

 

 

સાસરીએ જવાના યોગ સર્જાઈ શકે છે. કોઇના તરફ્થી પ્રેમ પ્રસ્તાવની શક્યતા અથવા કોઇ સ્થળેથી નોકરીની સારી ઓફ્ર આવે તેવી શક્યતા છે. તમારી નોકરીમાં કે મિત્ર વર્તુળ સાથેના બગડેલા સંબંધો સુધરી શકે છે. અવિવાહિતો માટે સારા પ્રસ્તાવની શક્યતા છે.

 

શુભ રંગ : સફેદ

 

અત્યારના સમયે તમે વેપારમાં કોઈ નવા કામમાં હાથ ન નાખશો. નોકરીમાં પ્રગતિની તક મળશે. તમારે ધીરજ રાખવાની જરૂર છે. તમારી સાથે કામ કરનારા તિમારા મત્રો તરફથી તમને સારો એવો સહકાર પ્રાપ્ત થશે.

શુભ રંગ : ગુલાબી

 

 

તમે વિશાળ ઊંડા પેટવાળા હોવાથી તેમને કોઇ તરફ્થી ગમે તેવું સાંભળવા મળ્યું હોય તેમ છતાં તેમના સ્વભાવ મુજબ આનંદમાં રહેનાર છો. પરંતુ તેમ છતાં મન પર લીધેલી વાતો ન લેવી આ સમય દરમિયાન અકસ્માતથી સંભાળવું.

શુભ રંગ : લીલો

 

 

અત્યારના દિવસો તમારા માટે શુભ ફ્ળ આપનાર છે. આ સમયે અકસ્માતથી સાચવવું. કોર્ટ કચેરીના ચક્કરથી બચવું. પત્નીનું આરોગ્ય સારું રહેશે. તમારી સ્થિતિ એવી થશે કે તમે ઇચ્છા ન હોવા છતાં કોઇ સાથે ઝઘડી પડશો. તેથી ઝઘડો ન થઇ જાય તેનું ધ્યાન રાખવું.

શુભ રંગ : પીળો

 

 

જો તમારા બાળકો હોય તો, બાળકોની શાળામાંથી સારા સમાચાર મળી શકે છે. નોકરી-ધંધામાં રાહત રહેશે. કોઇ શુભ સમાચારના સંજોગો સર્જાય તેવી શક્યતા છે. નાની-નાની વાતે કકળાટ ન થાય તેનું ધ્યાન રાખો.

શુભ રંગ : કેસરી

 

 

અત્યારના સમયગાળા દરમિયાન આપનું મન આનંદથી ભરપુર રહેશે. નાના-મોટા પ્રવાસે જવાનું થશે. બાળકો તરફ્થી આનંદના સમાચાર મળી શકે છે. સ્ત્રી વર્ગની તબિયત સુધરે. સાંજ પછી વધુ શાંતિ મળે.

શુભ રંગ : લાલ

 

 

તમારે યાત્રાના યોગ છે, પરંતુ તે યાત્રાનું આયોજન પાર પાડવાના પ્રયાસ કરવાની સાથે તમારે તમારા સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું પડશે. તમને પેટને લગતી સમસ્યા થઇ શકે છે. તેથી બહારનો ખોરાક ખાવાનું ટાળજો.

શુભ રંગ : ભૂરો

 

 

પત્નીની ઇચ્છા પૂર્તિ થાય તેેવા યોગ સર્જાય શકે છે. બાળકોને પ્રવાસના યોગ બનશે. અત્યારના સમયમાં બાળકોનું સ્વાસ્થ્ય સાચવવું જરૂરી છે, તથા તમારે અકસ્માતથી સાચવવું જોઇએ. નોકરીમાં સાહેબ સાથે મતભેદ થતા રહેશે.

શુભ રંગ : જાંબલી