અંકોના ઈશારા - Sandesh
NIFTY 10,987.15 -31.75  |  SENSEX 36,516.42 +-25.21  |  USD 68.6600 +0.14
1.6M
1M
1.7M
APPS

અંકોના ઈશારા

 | 3:19 am IST

અંકશાસ્ત્ર દ્વારા આપનું ભવિષ્ય જાણવા માટે આપની જન્મતારીખ+જન્મનો મહિનો+વર્ષ = કોઈ એક નંબર આવશે, એ તમારો વાર્ષિક ભાગ્યાંક ગણાશે.

દા.ત. જન્મતારીખ “૧૧ જાન્યુઆરી, ૧૯૯૦” હોય તો, ૧+૧+૦+૧+૧+૯+૯+૦=૨૨, ૨+૨=૪ આ તમારો વાર્ષિક ભાગ્યાંક ગણાશે. તેને આધારે તમારું ભવિષ્ય જાણી શકો છો

નોકરી વ્યાપાર માટે સમય તમારા માટે અનુકૂળ છે. સહકર્મચારીઓ તથા મિત્રો ઉપયોગી બનશે. સમયનો અભાવ રહેશે, સાથે સામાજિક કાર્યોમાં જવાનો લાભ મળશે. દાંપત્ય જીવનમાં મીઠાશ રહેશે.

શુભ રંગ : લીલો

મહત્ત્વના નિર્ણય તમે લઇ શકશો, જે નિર્ણય લેશો તે તમારા હિતમાં જ હશે. પરિવાર સાથે યાત્રા પર જવાનો લાભ મળશે. સગાં-સંબંધીઓ દ્વારા વ્યાપારમાં લાભ થશે, જે કોઇપણ કાર્યની શરૃઆત કરો એકાગ્રતા સાથે કરો.

શુભ રંગ : પીળો

તમારા વ્યાપાર કાર્યમાં તમારા વિરોધી સહાયક બની શકે છે. વિવાદોથી દૂર રહેવું, વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખવું કારણ કે તમે વિચારેલું કામ ક્રોધના કારણે અટકી શકે છે. પરિવાર સાથે સમય વિતાવવા મળશે સાથે ફરવા જવાનું થશે.

શુભ રંગ : મરૃન

છેલ્લા ઘણા સમયથી તમારા મનમાં રહેલ તમારી સમસ્યા, મુંઝવણનો અંત આવશે. કાર્યસ્થળે પણ દરેક સમસ્યા દૂર થશે, કાર્યસ્થળ પર અથવા અભ્યાસમાં સફળતા મળશે. દરેક સ્થળે તમારા કામની નોંધ લેવાશે.

શુભ રંગ : ભૂરો

જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે તેમ છે. તેથી મહત્ત્વના નિર્ણય ધ્યાનથી લેવા તથા જે નિર્ણય લેશો તે તમારા હિતમાં જ હશે. પરિવાર સાથે યાત્રા પર જવાનો લાભ મળશે. સગાં-સંબંધીઓ દ્વારા વ્યાપારમાં લાભ થશે, જે કોઇપણ કાર્યની શરૃઆત કરો એકાગ્રતા સાથે કરો.

શુભ રંગ : લાલ

આ સમયે કિસ્મત તમારી સાથે છે, કોઇ કાર્ય અને વ્યાપાર માટે વાતાવરણ અનુકૂળ રહેશે. સમાજમાં ખ્યાતિ મળશે. પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહેશે, અટકેલા રોકાયેલા પૈસા પાછા મળી શકશે.

શુભ રંગ : જાંબલી

કામકાજમાં વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખો, કારણ કે જેને તમે તમારા દુશ્મન કે વિરોધી માનો છો, તે લોકો તમને ઉપયોગી બનશે. રચનાત્મક કાર્યોમાં રુચી વધશે સાથે માનસિક તાણ રહેશે.

શુભ રંગ : કેસરી

બીજાના પ્રોબ્લેમમાં હસ્તક્ષેપ ન કરવો, કારણ કે તે સમયે તમે જે કંઇ બોલશો તેનાથી સંબંધ ખરાબ થઇ શકશે. ગુસ્સા પર નિયંત્રણ રાખો તમને કોઇ વિષય વસ્તુને લઇને ખબર ન પડે ત્યારે કોઇ અનુભવીની સલાહ લઇને જ તેની પર કાર્ય કરો. શારીરિક થાક લાગી શકશે.

શુભ રંગ : ગુલાબી

વ્યવસાય ક્ષેત્રે મહેનત વધારે કરવી પડશે, તેમાં પરિવારના સભ્યોની સહાયતા મળશે. સંતાનો દ્વારા ખુશીના સમાચાર પ્રાપ્ત થશે. જૂની પારિવારિક સમસ્યાનો ઉકેલ આવશે. દરેક કાર્ય ઉકેલાશે, તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

શુભ રંગ : સફેદ