Digvijay Singh asked 15 lakh got befit Reply from Youth
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : દિગ્વિજય સિંહે કર્યો મોદી વિરૂદ્ધ સવાલ તો યુવકે કરી દીધી બોલતી બંધ

Video : દિગ્વિજય સિંહે કર્યો મોદી વિરૂદ્ધ સવાલ તો યુવકે કરી દીધી બોલતી બંધ

 | 8:10 pm IST

લોકસભાનો ચૂંટણી જંગ રસપ્રદ તબક્કામાં પ્રવેશ્યો છે. ભોપાલ બેઠક પર મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજ્યા સિંહ અને ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર વચ્ચે કાંટાની ટક્કર જામી છે. બંને ઉમેદવારો ચૂંટણી સભાઓ ગજવી રહ્યાં છે. દિગ્વિજય સિંહ મતદાતાઓને રીઝવવા માટે એક ચૂંટણી સભાને સંબોધી રહ્યાં હતાં તે દરમિયાન જ એક એવી ઘટના ઘટી હતી જેના કારણે દિગ્વિજય સિંહની બોલતી જ બંધ થઈ ગઈ હતી.

એક જનસભામાં મોદી સરકાર પર નિશાન તાકવા જતા ખુદ દિગ્વિજય સિંહનો દાવ જ ઉંધો પડી ગયો હતો. તેમણે સભામાં હાજર લોકોને પુછ્યું – જેમના પણ બેંક ખાતામાં 15 લાખ રૂપિયા આવ્યા હોય તે હાથ ઉંચો કરે. આ સાંભળી એક યુવકે હાથ ઉંચો કર્યો. સિંહે તેને પુછ્યું કે તારા ખાતામાં પૈસા આવ્યા. તુ અહીં આવી જા. પોતાનો બેંક એકાઉન્ટ બંનર લેતો આવ. તારૂ નાગરિક અભિનંદન કરીશું. યુવક ભીડ વચ્ચેથી ઉભો થઈને આવે છે. સ્ટેજ પર જાય છે અને માઈકમાં જઈને કહે છે કે, મોદીજીએ સર્જિકલ સ્ટ્રાઈક કરીને આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા. આ સાંભળતા જ દિગ્વિજય સિંહ યુવકના હાથમાંથી માઈક આંચકી લે છે અને સ્ટેજ પરથી નીચે ઉતારી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન