Digvijay Singh Disputed Statement, People Committing Rape In Temples
  • Home
  • Featured
  • દિગ્વિજય સિંહનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન, કોંગ્રેસ માટે બની શકે છે માથાનો દુ:ખાવો

દિગ્વિજય સિંહનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન, કોંગ્રેસ માટે બની શકે છે માથાનો દુ:ખાવો

 | 4:52 pm IST

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં સાધુઓને સંબોધિત કરતી વખતે જ કોંગ્રેસના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ફરી એકવાદ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. દિગ્વિજય સિંહના આ નિવેદનના કારણે દેશની રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી શકે છે.

દિગ્વિજય સિંહે આજે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, ભગવા વસ્ત્રો પહેરીને બળાત્કાર થઈ રહ્યાં છે. મંદિરોમાં પણ બળાત્કાર થઈ રહ્યાં છે. આપણા સનાતન ધર્મને જેમને બદનામ કર્યો તેમને ભગવાન ક્યારેય માફ નહીં કરે.

દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, વ્યક્તિ પોતાનો પરિવાર છોડીને સાધુ બને છે. ધર્મનું આચરણ કરી આધ્યાત્મ તરફ વળે છે. પરંતુ આજે લોકો ભગવા વસ્ત્રો પહેરીને જ ચૂરણ વેચી રહ્યાં છે. ભગવા વસ્ત્ર પહેરીને બળાત્કાર કરવામાં આવી રહ્યાં છે. આજે તો મંદિરમાં પણ બળાત્કાર થઈ રહ્યાં છે.  તો શું આ ધર્મ છે? આપણા સનાતન ધર્મને જેણે પણ બદનામ કર્યો, તેમણે ભગવાન ક્યારેય માફ નહીં કરે.

જય શ્રીરામના નારા પર એક પાર્ટીનો કબજો

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ભાજપનું નામ લીધા વગર જ કહ્યું હતું કે, જય શ્રીરામના નારા પર જાણે એક પાર્ટીએ જ કબજો કરી લીધો છે, તેથી આપણે ‘જય સિયારામ’ બોલવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, એક પાર્ટીના લોક મંદિર અને મઠમાં કબજો જમાવી રહ્યાં છે. થોડા દિવસ પહેલા જ દિગ્વિજય સિંહે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે મુસલમાનો કરતા બિન-મુસલમાનો જ વધારે જાસૂસી કરે છે.

આ વીડિયો પણ જુઓ : ડ્રેગનથી સાવધાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન