Digvijay Singh React On Shivraj Singh Corona Positive Test
  • Home
  • Featured
  • MPના CM શિવરાજ સિંહને કોરોના થતા દિગ્વિજય સિંહે ટોણો માર્યો કે…

MPના CM શિવરાજ સિંહને કોરોના થતા દિગ્વિજય સિંહે ટોણો માર્યો કે…

 | 1:46 pm IST

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે ખુદ ટ્વીટ કરીને આ વાતની માહિતી આપી છે. તેમણે કહ્યું કે મને COVID-19ના લક્ષણ દેખાયા હતા, ટેસ્ટ બાદ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યાં શિવરાજ સિંહ ચૌહાણના કોરોના સંક્રમિત થયાની માહિતી બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે પ્રતિક્રિયા આપી દીધી છે. દિગ્વિજયે ટ્વીટ કરીને કહ્યું કે તમારે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવાનુ હતું જે તમે રાખ્યું નથી. મારા પર તો ભોપાલ પોલીસે FIR નોંધી લીધી હતી તમારા પર કેવી રીતે કરે.

દિગ્વિજયે કહ્યું – ઇશ્વર તમને શીધ્ર સ્વસ્થ કરે

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ દ્વારા પોતે કોરોના પોઝિટિવ આવ્યાની માહિતી આપી. જેના પર રિએક્ટ કરતાં કોંગ્રેસના નેતા અને એમપીના પર્વ સીએમ દિગ્વિજય સિંહે લખ્યું કે મને દુ:ખ છે શિવરાજ જી તમે કોનો સંક્રમિત થયા. ઇશ્વર તમને શીધ્ર સ્વસ્થ કરે. તમારે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવાનું હતું જે તમે રાખ્યું નથી. મારા પર તો ભોપાલ પોલીસે FIR નોંધી લીધી હતી તમારા પર કંઇ રીતે કરે. આગળ તમારું ધ્યાન રાખજો.

સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન ના કરવાને લઇ થઇ હતી FIR

જો કે વાત એમ છે કે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોને લઇ જૂનમાં થયેલ એક પ્રોટેસ્ટમાં દિગ્વિજય સિંહ કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથે સામેલ થયા હતા. એ સમયે ભોપાલ પોલીસે દિગ્વિજય સિંહની વિરૂદ્ધ સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન નહીં કરવા અને કોરોના મહામારીના નિયમોના ઉલ્લંઘનના આરોપમાં એફઆઇઆર નોંધાવી હતી. હવે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના કોરોના પોઝિટિવ થવા પર કોંગ્રેસ નેતાએ એફઆઇઆરનો ઉલ્લેખ કરી કટાક્ષ કર્યો છે.

શિવરાજે ટ્વીટ કરી દીધી કોરોના પોઝિટિવ થયાની માહિતી

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખુદ પોતાને કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે મારા પ્રિય દેશવાસીઓ મને #COVID19ના લક્ષ્ણ દેખાઇ રહ્યા હતા ટેસ્ટ બાદ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તમામ સાથીઓને અપીલ છે કે જે પણ મારા સંપર્કમાં છે તે પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે. મારા નજીકના સંપર્કવાળા લોકો ક્વારેન્ટાઇનમાં જતા રહો.

શિવરાજ સિંહ ચૌહાણે આગળ કહ્યું કે #COVID19ની સમય પર સાવરા થાય છે તો વ્યક્તિ બિલકુલ સ્વસ્થ થઇ જાય છે. હું 25 માર્ચથી દરરોજ સાંજે કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા બેઠક કરતો રહ્યો છું. હું યથાસંભવ હવે વીડિયો કોન્ફરન્સિંગથી કોરોનાની સમીક્ષા કરવાનો પ્રયાસ કરીશ.

આ વીડિયો પણ જુઓ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન