''મારો સ્કર્ટ ખેંચીને તે બોલ્યા, બતાવ તારા સ્કર્ટ નીચે શું છે'' - Sandesh
NIFTY 10,605.15 +91.30  |  SENSEX 34,924.87 +261.76  |  USD 67.7750 -0.57
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ”મારો સ્કર્ટ ખેંચીને તે બોલ્યા, બતાવ તારા સ્કર્ટ નીચે શું છે”

”મારો સ્કર્ટ ખેંચીને તે બોલ્યા, બતાવ તારા સ્કર્ટ નીચે શું છે”

 | 2:50 pm IST

દેશભરમાં હાલ રેપને લઈને આક્રોશનો માહોલ દેખાઈ રહ્યો છે. આ ગુસ્સાના માહોલને જોતા સરકારે પોક્સો એક્ટમાં બદલાવ લાવીને તેને સખ્ત બનાવ્યો છે. હવે જો કોઈ વ્યક્તિ 12 વર્ષ સુધીની બાળકી સાથે રેપ કરે છે, તો તેને સજા-એ-મોત સંભળાવવામાં આવશે. જ્યાં એક તરફ બળાત્કારને રોકવા માટે સંભવ તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ મીડિયા સામે રોજેરોજ નવી નવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ઈન્દોરનો એક મોડલ સાથે શરમજનક હરકત કરવામાં આવી છે. આ મોડલે તેની સાથે થયેલી આ હરકતને તેણે
સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ મોડલે પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરતા જણાવ્યું કે કેવી રીતે ઈન્દોરમાં ધોળા દિવસે બે રોમિયો તેની છેડતી કરી રહ્યા હતા.

આ મહિલા મોડલે પોતાના ટ્વિટર એકાઉન્ટથી પોતાને થયેલી ઈજાની તસવીર શેર કરતા લખ્યું કે, આ મારી સાથે આજે થયું છે. હું સ્કૂટી પર જઈ રહી હતી, ત્યારે રસ્તાની વચ્ચોવચ બે યુવકો મારી સ્કર્ટ ખેંચવા લાગ્યા હતા. એ યુવકોએ સ્કર્ટ ખેંચતા સમયે એવું કહ્યું કે, બતાવ તારી સ્કર્ટ નીચે શું છે. મેં તેમનાથી બચવાનો પ્રયાસ કર્યો અને સ્કૂટી પરથી નીચે પડી ગઈ.

મોડલે પોતાની બીજી ટ્વિટમાં લખ્યું કે, આ બધુ મારી સાથે ઈન્દોરના એક ભીડભાડવાળા રસ્તા પર બન્યું હતું. પરંતુ મારી મદદે કોઈ સામે ન આવ્યું. આ બદમાશો જ્યારે ભીડભાડવાળા રસ્તા પર જો તેઓ મારું સ્કર્ટ ખેંચી શકે છે, તો સુમસાન રસ્તા પર તો ખબર નહિ શું કરી દે.

મહિલાએ આગળ લખ્યું કે, જખ્મી હાલતમાં મારા કેટલાક મિત્રો મને પાસે આવેલી એક રેસ્ટોરન્ટમાં લઈ ગયા હતા. અમે ત્યાં બેસ્યા જ હતા, ત્યાં એક વૃદ્ધ કાકા મારી પાસે આવીને બોલ્યા કે, તે સ્કર્ટ પહેર્યો છે, તેથી તારી સાથે આવું થયું.