Dil to bachcha hai ji! Elderly couple remarried at 65 years, VIDEO viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • દિલ તો બચ્ચા હૈ જી ! વૃદ્ધ દંપતિએ 65 વર્ષે ફરી કર્યા લગ્ન, VIDEO થયો વાયરલ

દિલ તો બચ્ચા હૈ જી ! વૃદ્ધ દંપતિએ 65 વર્ષે ફરી કર્યા લગ્ન, VIDEO થયો વાયરલ

 | 11:31 am IST
  • Share

વૃદ્ધાવસ્થા સાથે જીવનમાં કરચલીઓ પડી જાય છે. પરંતુ ઘણા વડીલો વયને સંખ્યા તરીકે ગણીને જીવે છે. તેના માટે, યુવાની વૃદ્ધાવસ્થા નહીં પણ દીલ નક્કી કરે છે. તો ભાઈ… જો દિલ યુવાન હોય તો વરરાજા 81 અને કન્યા 72 વર્ષની પણ હોય  શકે છે. જી હાં, આ અનોખા લગ્ન મહારાષ્ટ્ર(Maharashtra)ના યાવતમાલ જિલ્લાની અરણી તહસીલમાં સામે આવ્યા છે. આ લગ્નનો વરરાજા સીતારામ હિરવલે(Sitaram Hirvale)  81 વર્ષના અને કન્યા 72 વર્ષની નિર્મલા ઇંગોલ (Nirmala Ingol) હતી. તાજેતરમાં કપલના લગ્નના 65 વર્ષ પૂરા થયાં હતાં. આ પ્રસંગે તેના માતા-પિતાની જૂની યાદોને જીવંત બનાવવા માટે તેના બાળકોએ તેને ફરી એકવાર લગ્ન કરાવ્યા હતા.

સીતારામ અને નિર્મલાના લગ્ન પહેલી વાર 16 નવેમ્બર 1955માં અરણી તહસીલના ખંડાલા ગામે થયા હતા. તે સમયે બંને સગીર હતા. સીતારામ 15 વર્ષના હતા અને નિર્મલા માત્ર 6 વર્ષની હતી. તેમનો મોટો દીકરો પુંડલિક, જે એક ખેડૂત છે, તેણે કહ્યું, “આ વર્ષે તેમના લગ્નને 65 વર્ષ થયાં.” પરંતુ તેની પાસે ભાગ્યે જ લગ્નની યાદો હતી. તેથી અમે રિવાજ સાથે તેના લગ્ન ફરીથી કરાવવાનું નક્કી કર્યું. આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જોઓ VIDEO….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન