Dilip Kumar Admitted in Hospital Lata Mangeshakar Shown Sympathy
  • Home
  • Entertainment
  • Bollywood
  • અસ્વસ્થ દિલીપ કુમાર હૉસ્પિટલમાં દાખલ, લતા મંગેશકરને થઈ ચિંતા

અસ્વસ્થ દિલીપ કુમાર હૉસ્પિટલમાં દાખલ, લતા મંગેશકરને થઈ ચિંતા

 | 12:35 pm IST

બોલીવુડ અભિનેતા દિલીપ કુમાર છાતીમાં પીડા અને ઇન્ફેક્શનને કારણે મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ છે. દિલીપ સાહેબ 2 દિવસ સુધી હૉસ્પિટલમાં રહેશે. બોલીવુડનાં દિગ્ગજોએ દિલીપ કુમારનાં હેલ્થને લઇને ચિંતા વ્યક્ત કરી છે.

દિલીપ કુમારનાં નજીકનાં લોકોમાં સામેલ દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરે પણ તેમના સ્વાસ્થ્યને લઇને ચિંતા વ્યક્ત કરી છે. લતા મંગેશકરે ટ્વિટમાં લખ્યું કે, ‘સાયરા બીબી તમે લખ્યું છે કે યૂસુફ ભાઈ હૉસ્પિટલમાં છે. આ સાંભળીને મને ઘણી ચિંતા થઈ રહી છે. હું યુસૂફ સાહેબનાં સારા સ્વાસ્થ્યની ઈશ્વરને પ્રાર્થના કરું છું.’ જો કે દિલીપ કુમારનું સ્વાસ્થ્ય બરાબર છે. દિલીપ કુમારનાં ફેમિલી ડૉક્ટરે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે આને રૂટીન ચેકઅપ ગણાવ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે બુધવારે સાંજે દિલીપ કુમારનાં ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરવામાં આવ્યું હતુ કે, ‘સાહેબ મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ છે. છાતીમાં પીડા અને ઇન્ફેક્શનને કારણે તેમનું સ્વાસ્થ્ય સારું નહતુ. તેમનું સ્વાસ્થ્ય સારું થઈ રહ્યું છે. તેમને તમારી દુઆઓ અને પ્રાર્થનાઓની જરૂર છે.’