Dilip Kumar Admitted in Hospital because of Weak Health
  • Home
  • Entertainment
  • Bollywood
  • 96 વર્ષનાં દિલીપ કુમારને હૉસ્પિટલમાં કરાયા દાખલ, પ્રાર્થનાઓની જરૂર

96 વર્ષનાં દિલીપ કુમારને હૉસ્પિટલમાં કરાયા દાખલ, પ્રાર્થનાઓની જરૂર

 | 5:13 pm IST

બોલીવુડનાં ટ્રેજડી કિંગ દિલીપ કુમારની તબિયત બગડી હોવાના સમાચાર સામે આવ્યા છે. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલીપ કુમારનાં ઑફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપવામાં આવી હતી.

ટ્વિટ પ્રમાણે, ‘સાબ, મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ છે. છાતીમાં દુ:ખાવો અને ચેસ્ટમાં ઇન્ફેક્શનનાં કારણે તેઓ અસહજ છે. તેમને તમારી દુઆઓ અને પ્રાર્થનાઓની જરૂર છે.” લીલાવતી હૉસ્પિટલનાં ડૉક્ટરો દિલીપ કુમારનાં સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. દિલીપ કુમારની ઉંમર 96 વર્ષ છે. દિલીપ કુમાર ઘણા જ વૃદ્ધ થઈ ગયા છે. તેઓ સાર્વજનિક અવસરમાં પણ જોવા મળતા નથી. તેઓ પોતાના ઘરમાં જ રહે છે, તેમની દેખરેખ સાયરા બાનો કરે છે. છેલ્લા ઘણા મહિનાઓથી બોલીવુડનાં દિગ્ગજો દિલીપ કુમારનાં ઘરે જઇ તેમનાં સમાચાર લેતા રહે છે.

દિલીપ કુમારનો જન્મ પેશાવર(પાકિસ્તાન)માં 11 સપ્ટેમ્બર 1922નાં રોજ થયો હતો. તેમણે 1944માં ફિલ્મ ‘જ્વાર ભાટા’થી ડેબ્યૂ કર્યું હતુ. ‘ક્રાંતિ’, ‘મુગલ-એ-આઝમ’, ‘દેવદાસ’, ‘ગંગા જમુના’, ‘મધુમતી’, ‘નયા દૌર’, ‘કોહિનૂર’, ‘રામ ઔર શ્યામ’, ‘આઝાદ’, ‘સૌદાગર’ વગેરે તેમની પ્રમુખ ફિલ્મો છે. તેમને પાકિસ્તાનનાં સર્વોચ્ચ સમ્માન નિશાન-એ-ઇમ્તિયાઝથી બિરાદવામાં આવી ચુક્યા છે.