Dilip Kumar's Grandniece Married To Arya, See These Beautiful Photos
  • Home
  • Featured
  • Photos: દિલીપ કુમારની ભાણીએ આર્યા સાથે કર્યા લગ્ન, શાનદાર તસવીરો આવી સામે

Photos: દિલીપ કુમારની ભાણીએ આર્યા સાથે કર્યા લગ્ન, શાનદાર તસવીરો આવી સામે

 | 3:33 pm IST

અજય દેવગનની ફિલ્મ ‘શિવાય’માં જોવા મળેલી અભિનેત્રી સાયશા સહગલે 10 માર્ચનાં રોજ સાઉથ ઇન્ડિયન એક્ટર આર્યા સાથે લગ્ન કર્યા છે. હૈદરાબાદમાં થયેલા આ ગ્રાન્ડ વેડિંગમાં સાયરા બાનો પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સાયશા દિલીપ કુમાર અને સાયરા બાનોની ભાણેજ છે. 14 માર્ચનાં રોજ કપલે ચેન્નાઈમાં વેડિંગ રીસેપ્શન પાર્ટી આપી હતી. લગ્નનાં 4 દિવસ પછી આ રીસેપ્શનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. સામે આવેલી તસવીરોમાં આર્યા અને સાયશા પરફેક્ટ કપલ લાગી રહ્યા છે. અભિનેત્રીએ સાડી પહેરી છે જેમાં તે ઘણી જ સુંદર લાગી રહી છે.

રેડ અને ગૉલ્ડન કલરની સાડીમાં સાયશા સ્ટનિંગ લાગી રહી છે. તેણે રીસેપ્શન લૂકને પરફેક્ટ બનાવવા માટે ગળામાં હૈવી નેકલેસ પહેર્યો છે. માથામાં સિંદૂર, હાથોમાં ચૂડા, બિંદી લગાવેલી સાયશાની આ તસવીરો શાનદાર છે. તે ટિપિકલ ઇન્ડિયન ન્યૂલીબ્રાઇડનાં ગેટઅપમાં જોવા મળી રહી છે. આર્યાએ સૂટ પહેર્યો હતો જેમાં તે હેન્ડસમ લાગી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે સાયશા અને આર્યાની લવ સ્ટોરી ફિલ્મ ‘ગજનીકાંત’થી શરૂ થઇ હતી. ઘણા મહિનાઓ સુધી સાથે રહ્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. સાયશાએ ફિલ્મ ‘શિવાય’થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન