Dilip Thakor makes important statement for Radhanpur meeting for Alpesh Thakor
  • Home
  • Featured
  • અલ્પેશ ઠાકોર માટે રાધનપુર બેઠકને લઇ રસ્તો સાફ, દિલીપ ઠાકોરએ આપ્યું મહત્વનું નિવેદન

અલ્પેશ ઠાકોર માટે રાધનપુર બેઠકને લઇ રસ્તો સાફ, દિલીપ ઠાકોરએ આપ્યું મહત્વનું નિવેદન

 | 5:16 pm IST

ભાજપ દ્વારા પેટાચૂંટણીને અનુલક્ષીને બેઠકો દૌર શરૂ કરવામાં આવ્યો છે. પાટણના સમીમાં ભાજપ સંગઠનની બેઠક યોજાઇ હતી. રાધનપુર બેઠક પર જીત મેળવવા સમીના મોમાઇ માતાના મંદિરે યોજાયેલી બેઠકમાં સમી અને રાધનપુરના ભાજપ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, દિલીપ ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.

આ દરમિયાન પેટાચૂંટણી પ્રભારી દિલીપ ઠાકોરએ મોટું નિવેદન આપ્યું હતું અને આડકતરો ઈશારો કરતા કહ્યું હતું કે, હવે સરકારમાં પાટણ જિલ્લાના બે ધારાસભ્યો હશે. આણ દિલીપ ઠાકોરે અલ્પેશનું નામ રાધનપુર પેટાચૂંટણીમાં નક્કી કર્યું હોય તેવો ઈશારો કર્યો હતો.

– સમી ખાતે સંગઠન ની બેઠક માં કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર નો આડકતરો ઈશારો
– અલ્પેસ ઠાકોરની જાહેરાતને લઈ આપ્યું સ્પીચમાં નિવેદન
– 17 તારીખે ગણપતિ મુરતિયો બધુજ તૈયાર છે
– 17 મી સપ્ટેમ્બર મોદીજીના જન્મ દિવસે ગુજરાતની 7 પેટા ચૂંટણી જાહેર થઈ શકે
– હવે સરકારમાં પાટણ જિલ્લાના બે ધારાસભ્યો હશે: દિલીપ ઠાકોર
– અલ્પેશનું નામ રાધનપુર પેટા ચૂંટણીમાં નક્કી હોવાનો કર્યો ઈશારો

તમને જણાવી દઇએ કે, અલ્પેશ ઠાકોર આ પહેલા કોંગ્રસમાં સામેલ થયા હતા અને પક્ષ સાથે જોડાઇ ચૂંટણી લડ્યા હતા જેમા તેઓ બહુમતી સાથે જીત મેળવી હતી પરંતુ બાદમાં કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં સામેલ થઇ ગયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન