દિનેશ કાર્તિકની પત્ની સાથે આ ખેલાડીએ કર્યા છે લગ્ન, હવે રમશે એકસાથે - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • દિનેશ કાર્તિકની પત્ની સાથે આ ખેલાડીએ કર્યા છે લગ્ન, હવે રમશે એકસાથે

દિનેશ કાર્તિકની પત્ની સાથે આ ખેલાડીએ કર્યા છે લગ્ન, હવે રમશે એકસાથે

 | 2:17 pm IST

બેંગલુરૂનાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઇ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચ ઘણી રીતે ઐતિહાસિક બની રહી છે. આ ટેસ્ટ મેચ દ્વારા અફઘાનિસ્તાનને ટેસ્ટ રમવાની તક મળી છે. ક્રિકેટમાં અફઘાનિસ્તાન 12મી ટીમ છે જેને ટેસ્ટ ક્રિકેટ રમવાની તક મળી રહી છે. આ મેચ ભારતનાં વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક અને મુરલી વિજય માટે પણ મહત્વની છે. દિનેશ કાર્તિકને 8 વર્ષ પછી ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે.

જો કે દિનેશ કાર્તિક અને મુરલી વિજય પ્રથમ વખત એકસાથે રમી રહ્યા છે. આ પહેલા બંને ક્યારેય એકસાથે પ્લેઇંગ ઇલેવનમાં સાથે રમ્યા નથી. આ પહેલા બંને એક સાથે દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસે ભારતીય ટીમમાં હતા પરંતુ કાર્તિકને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા નહોતી મળી. મુરલી વિજય અને દિનેશ કાર્તિક તમિલનાડુથી આવે છે. બંને સારા દોસ્ત રહી ચુક્યા છે. બંને રણજી ટીમમાં તમિલનાડુ તરફથી રમતા હતા. જો કે આ બંનેની દોસ્તીમાં દિનેશ કાર્તિકની પત્ની નિકિતાનાં કારણે તિરાડ પડી હતી.

નિકિતાનું અફેયર મુરલી વિજય સાથે રહ્યું હતું જેને કારણે દિનેશ કાર્તિકે તેને તાલક આપ્યા હતા. 2012માં નિકિતા અને મુરલી વિજયે એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા. કાર્તિકે 2004માં ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતુ, તેમ છતા તેણે વધારે ટેસ્ટ મેચ રમી નથી. દિનેશ કાર્તિકે માત્ર 27 ટેસ્ટ મેચ રમી છે. તેણે છેલ્લે 2010માં બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચ રમી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન