દિનેશ કાર્તિક ધોનીને કારણે ટીમમાં નહતો બનાવી શક્યો જગ્યા, હવે આપ્યું જોરદાર નિવેદન - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • દિનેશ કાર્તિક ધોનીને કારણે ટીમમાં નહતો બનાવી શક્યો જગ્યા, હવે આપ્યું જોરદાર નિવેદન

દિનેશ કાર્તિક ધોનીને કારણે ટીમમાં નહતો બનાવી શક્યો જગ્યા, હવે આપ્યું જોરદાર નિવેદન

 | 3:47 pm IST

મહેન્દ્રસિંહ ધોની જે સમયમાં વિકેટકીપર બલ્લેબાજની ભૂમિકા નીભાવી રહ્યો હોય એવામાં દિનેશ કાર્તિક જેવા ખેલાડીનો રસ્તો આસાન નથી રહેતો. છેલ્લે 2010માં ટેસ્ટ મેચ રમનાર કાર્તિક કહે છે કે ધોની જેવા અદભૂત ખેલાડીનાં રહેતા ટીમમાં જગ્યા બનાવવી આસાન નહતી.

કાર્તિકે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ પહેલા કહ્યું, “હું સતત સારું પ્રદર્શન ના કરી શક્યો. હરિફાઇ ઘણી વધારે હતી અને એમ.એસ.ધોની જેવા ખેલાડી સાથે સ્પર્ધા હતી. તે ભારતનાં સર્વશ્રેષ્ઠ કપ્તાનોમાંથી એક છે અને વર્લ્ડ ક્રિકેટમાં પોતાના પ્રદર્શનથી એક અલગ છાપ છોડી.” કાર્તિકે કહ્યું, “મે મારુ સ્થાન કોઇ સામાન્ય ક્રિકેટર માટે નથી ગુમાવ્યુ. ધોની ખાસ હતો અને હું તેનું ઘણું સમ્માન કરું છું. એ સમયે હું લગાતાર સારું પ્રદર્શન કરી શક્યો નહતો. હવે મને એક તક મળી છે અને હું મારી તરફથી સંપૂર્ણ કોશિશ કરીશ.”

ધોનીનાં કારણે દિનેશ કાર્તિક 2014 સુધી ટીમની બહાર રહ્યો હતો અને ત્યારબાદ રિદ્ધિમાન સાહાએ ટીમમાં જગ્યા બનાવી હતી. સાહાને ઇજા થતા કાર્તિકને એકવાર ફરી તક મળી છે.