આ પ્રકારનું ડાઇનિંગ ટેબલ નહિં રોકે તમારા ઘરમાં જગ્યા, ખરીદો તમે પણ - Sandesh
  • Home
  • Lifestyle
  • આ પ્રકારનું ડાઇનિંગ ટેબલ નહિં રોકે તમારા ઘરમાં જગ્યા, ખરીદો તમે પણ

આ પ્રકારનું ડાઇનિંગ ટેબલ નહિં રોકે તમારા ઘરમાં જગ્યા, ખરીદો તમે પણ

 | 4:16 pm IST

ડાઇનિંગ ટેબલનું હોવું એ લક્ઝુરિયસ લાઇફ-સ્ટાઇલની નિશાની છે, પણ એક ડાઇનિંગ ટેબલ સાથે ચાર-પાંચ ખુરસીઓ હોય તો આપણા રૂમમાં આપણા માટે જ જગ્યા બચશે નહીં. જોકે એનો મતલબ એ નથી કે ઘરમાં ડાઇનિંગ ટેબલ ન રાખવું.

આમ, ડાઇનિંગ ટેબલ પણ બેડની જેમ એ રીતે આવે છે કે તમારી જગ્યા પણ બચે છે અને તમે ઇચ્છો ત્યારે ડાઇનિંગ ટેબલ વાપરી પણ શકો છો. આમાં ટેબલ સાથે જે ચેર આવે છે એ ચેર જરૂર પડે ત્યારે બહાર કાઢી શકાય અને જરૂર ન હોય ત્યારે એને ટેબલની અંદર મૂકી શકાય.

જો સ્પેસ-સેવિંગ છે તો એવું નહીં માનતા કે, એમાં લિમિટેડ ડિઝાઇન હશે. તમને એમાં પણ એટલી જ ડિઝાઇન મળશે જેટલી નોર્મલ ડાઇનિંગ ટેબલમાં હોય છે. જેમ કે ગોળ, લંબચોરસ, ચોરસ. અમુક ડાઇનિંગ ટેબલ બેન્ચ જેવાં પણ હોય છે તો અમુક ડાઇનિંગ ટેબલ ઈંડા આકારનું પણ હોય છે.