Dinosaurs destroyed by spacecraft colliding with Earth 6.6 crore years ago
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પૃથ્વી સાથે અંતરિક્ષ પદાર્થ ટકરાતાં ડાઇનોસોર ૬.૬ કરોડ વર્ષ પહેલાં નાશ પામ્યા, મગર બચી ગયા

પૃથ્વી સાથે અંતરિક્ષ પદાર્થ ટકરાતાં ડાઇનોસોર ૬.૬ કરોડ વર્ષ પહેલાં નાશ પામ્યા, મગર બચી ગયા

 | 7:42 am IST
  • Share

પૃથ્વી સાથે કોઇક મહાકાય અંતરિક્ષ મહાકાય પદાર્થ ટકરતાં ડાઇનોસોર તો નામશેષ થઇ ગયા, પરંતુ મગરનું અસ્તિત્વ હજી આજે પણ જળવાયેલું છે. મગરની બહુમુખી પ્રતિભા અને શરીરના અસરકારક આકારને કારણે આમ સંભવ બન્યું છે. સંશોધકોનું કહેવું છે કે તેમના શરીરનો આકાર એવો છે કે આબોહવાના પ્રબળ ફેરફાર વચ્ચે પણ તે અસ્તિત્વ જાળવી રાખી શકે છે. મગર જળની અંદર અને બહાર એમ બંને સ્થાને અસ્તિત્વ જાળવી શકે છે અને ઘોર અંધકારમાં પણ જીવી શકે છે. વધુમાં ગંભીર રીતે ઘાયલ થયા હોય તો પણ તે સહીને અસ્તિત્વ જાળવવાની ક્ષમતા ધરાવે છે.

આમ તો તેમને ડાઇનોસોરના યુગ જેવું ઉષ્મા પૂર્વ વાતાવરણ અનુકૂળ આવે છે, કારણ કે મગર પોતાના શરીરના તાપમાનને નિયંત્રિત કરી શકતા નથી તેથી વાતાવરણમાં ઉષ્મા તેમને અનુકૂળ આવે છે. ૬.૬ કરોડ વર્ષ પહેલાં મેક્સિકોના અખાતી વિસ્તાર સાથે એક મોટા શહેર જેટલા કદનો અંતરિક્ષ પદાર્થ ટકરાયો ત્યારે ધરતી પરના સંખ્યાબંધ પ્રાણી અને વનસ્પતિનો નાશ થયો હતો. પરંતુ મગરે સૂર્યમાંથી ઊર્જા મેળવીને અસ્તિત્વ જાળવી રાખ્યું હતું.

સંશોધક ડો. સ્ટોકડેલ અને સાથીઓનું માનવું છે કે મગર ઉત્ક્રાંતિની એવી તરાહ  ધરાવે છે કે જેનું સંચાલન પર્યાવરણ કરે છે. પર્યાવરણ સાથે તેની ઉત્ક્રાંતિ શરૂ થાય છે અને અટકી જાય છે.

શું આવી છે મગરની શરીરરચના?

કહેવાય છે કે વિશ્વની મોટી પ્રાણી વનસ્પતિ સૃષ્ટિ નાશ પામી ત્યારે મગરે સૂર્યમાંથી ઊર્જા મેળવીને અસ્તિત્વ જાળવી રાખ્યું હતું. તેનો અર્થ એ થાય કે જેમનું રુધિર ઉષ્ણ છે તેવા પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓની જેમ તેને ખૂબ વધારે આહાર લઇને તેનું ઊર્જામાં રૂપાંતર કરવાની જરૂર નથી પડતી. તે કાળથી આજ સુધીમાં મગરની રચનામાં કોઇ મોટો ફેરફાર નથી થયો.સંશોધકોનું  માનવું છે કે ઉત્ક્રાંતિની પ્રક્રિયાનો અભાવ અને મર્યાદિત બહુમુખીતા જ તેના અસ્તિત્વને જાળવી રહ્યા છે. જોકે ૨૦ કરોડ વર્ષ પહેલાંના જુરાસિક સમયગાળા કરતાં મગરનું કદ આજે નાનું છે. આ ગાળામાં તેણે એવો આકાર ધારણ કરી લીધો  છે કે તે ધરતી પર કોઇપણ વૈશ્વિક હોનારત સર્જાય તો પણ તે અસ્તિત્વ જાળવી શકે.

મગર આ કારણસર બચી ગયા

સંશોધકોનું માનવું છે કે ડાઇનોસોરને ખતમ કરી નાખનારી હોનારત મગરને નામશેષ ના કરી શકી કારણ કે તે વાતાવરણ કે પર્યાવરણમાં આવતા મોટા ફેરફારોને અનુકૂળ થઇને અસ્તિત્વ જાળવવાની ક્ષમતા ધરાવે છે. પ્રાણવાયુનું સ્તર જાળવવાની ક્ષમતા ધરાવતા હોવાથી પાણીમાં એક કલાક સુધી રહી શકે છે. મગર ગુસ્સે ભરાયો હોય કે જોખમમાં હોય તો ધરતી પર પણ ખૂબ ઝડપથી આગળ વધી શકે છે. આજે આવા ૨૫ પ્રાણી જ હયાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન