Dipa Karmakar Won Gold Medal In World Challenge Cup, PM Modi Congratulated Her
  • Home
  • Featured
  • વર્લ્ડ ચેલેન્જ કપમાં જિમનાસ્ટ દીપા કર્માકરે જીત્યો ગૉલ્ડ, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

વર્લ્ડ ચેલેન્જ કપમાં જિમનાસ્ટ દીપા કર્માકરે જીત્યો ગૉલ્ડ, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

 | 4:05 pm IST

અંદાજે 2 વર્ષ પછી પુનરાગમન કરનારી જિમનાસ્ટ દીપા કર્માકરે રવિવારે તુર્કીમાં વર્લ્ડ ચેલેન્જ કપમાં ગૉલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. દીપાએ જિમનાસ્ટિકની વૉલ્ટ સ્પર્ધામાં 14.150 અંક સાથે પ્રથમ સ્થાન મેળવ્યુ છે. ત્રિપુરાની 24 વર્ષિય જિમનાસ્ટ 2016માં થયેલા રિયો ઑલંપિકમાં વૉલ્ટ સ્પર્ધામાં ચોથા સ્થાને રહી હતી, ત્યારે ક્વૉલિફિકેશન રાઉન્ડમાં તે 13.400 સાથે પ્રથમ નંબરે હતી. વર્લ્ડ કપમાં આ દીપાનો પ્રથમ મેડલ હતો. દીપા બેલેન્સ બીમની ફાઇનલમાં પણ પહોંચી ચુકી છે. તે ક્વોલિફિકેશનમાં 11.850નાં સ્કોર સાથે ત્રીજા સ્થાન પર રહી હતી.

રીયો ઑલંપિક પછી દીપાને ઇજા થઇ હતી. ત્યારબાદ તેની સર્જરી કરવામાં આવી હતી અને બીજીવાર ફિટનેસ મેળવવામાં વધારે સમય લાગવાનાં કારણે તે ઑસ્ટ્રેલિયાનાં ગૉલ્ડ કૉસ્ટમાં થયેલા રાષ્ટ્રમંડલ ખેલોમાં ભાગ લઇ શકી નહતી. તે ઑગષ્ટમાં જકાર્તામાં થનારા એશિયાઈ ખેલોમાં 10 સભ્યોની ભારતીય જિમનાસ્ટિક ટીમમાં સામેલ છે.

તુર્કીમાં થયેલી વર્લ્ડ ચેલેન્જ કપની વૉલ્ટ સ્પર્ધામાં સ્વર્ણ જીતીને દીપાએ ઇતિહાસ રચી દીધો છે. તે વિશ્વ સ્તરે સ્વર્ણ પદક જીતનારી પ્રથમ ભારતીય જિમનાસ્ટ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દીપાને જીત પર અભિનંદન પાઠવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન