ભારતનાં આ મહિલાએ કર્યું એવું કામ કે યુએન તરફથી મળ્યું આવું સન્માન - Sandesh
  • Home
  • Nri
  • ભારતનાં આ મહિલાએ કર્યું એવું કામ કે યુએન તરફથી મળ્યું આવું સન્માન

ભારતનાં આ મહિલાએ કર્યું એવું કામ કે યુએન તરફથી મળ્યું આવું સન્માન

 | 11:33 am IST

સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના વડામથકે પ્રથમ દિવાળી પાવર ઓફ વન એવોર્ડથી ભારતીય મહિલા સહિત ટોચના છ રાજદ્વારીઓનું સન્માન કરાયું છે. આર્થિક આદર્શ, શાંતપૂર્વ અને સુરક્ષિત વિશ્વના નિર્માણમાં તેમના યોગદાન બદલ આ એવોર્ડ એનાયત કરાયો છે.

અમેરિકાના ટપાલ વિભાગે ગયા વર્ષે દિવાળી અંગે ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરી હતી. ટપાલ ટિકિટ જારી કરવાની ઘટનાની  પ્રથમ વર્ષગાંઠે આ એવોર્ડ એનાયત કરાયા છે. એવોર્ડ મેળવનારાઓમાં યુએનના બ્રિટનના નિયુક્ત રાજદૂત મેથ્યુ રેક્રાફ્ટ, યુએનમાં લેબનોનના રાજદૂત નવાફ સલામ અને યુએન વુમનના ભારતીય પ્રમુખ લક્ષ્મી પુરીનો સમાવેશ થાય છે.

યુએને જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત, બેલારુસ અને જ્યોર્જિયાના સ્થાયિ મિશનોએ સંયુક્ત રીતે આ સમારોહનું આયોજન કર્યું હતું. જ્યારે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, શ્રી લંકા, થાઈલેન્ડ, સ્પેન, કુવૈત અને અલ્જિરિયા સહિતને 24 જેટલા દેશો સહઆયોજક હતાં. ન્યૂયોર્કમાં યુએનના મુખ્ય મથકે ટ્રસ્ટીશિપ કાઉન્સિલમાં સમારોહનું આયોજન કરાયું હતું.