Dipika breaks silence about her marriage with ranveerSinh
  • Home
  • Entertainment
  • રણવિરસિંહ સાથેના લગ્ન અંગે દિપીકાએ તોડી ચુપ્પી

રણવિરસિંહ સાથેના લગ્ન અંગે દિપીકાએ તોડી ચુપ્પી

 | 8:01 pm IST

દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ બોલીવુડના હોટ યુગલ છે. લાંબા સમયથી એવા સમાચાર આવી રહ્યા છે કે બંને નવેમ્બરમાં પરણવાના છે. સોશિયલ મીડિયા પર પણ આ ચર્ચા જોરોથી ચાલી રહી છે. ત્યાંજ, આ સમાચારો ને લઈને બંને સાવ ચુપ છે. સોશિયલ મીડિયામાં એમના અફેરની ચર્ચાઓ થવા છતાં પણ આ બંનેએ ક્યારેય પણ પોતાના સંબંધોને ન નકાર્યા છે કે ન સ્વીકાર્યા છે.

હવે દિપીકાએ પોતાના ડેસ્ટીનેશન વેડિંગની ચર્ચાઓ પર ચુ્પ્પી તોડી છે. દિપીકાએ ચુપ્પી તોડ્યા છતા તેમના લગ્ન વિશે હજી કોઇ જાણકારી આપી નથી. હાલમાં જ તેમને પુછવામાં આવ્યું હતું કે પોતાના લગ્ન વિશે કોઇ નાની જાણકારી જ આપી દે, જેના જવાબમાં દિપીકાએ ચખ્ખું કીધું કે ,”હું લગ્ન વિશે કંઇ નઇ બોલું”.

દિપીકા અને રણવીર ડાયરેક્ટર સંજય લીલા ભણસાણીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામલીલા’ના સેટ પર મળ્યા હતા. એના પછી આ યુગલ બોલીવુડના બેસ્ટ ઓન સ્કીન યુગલોમાંથી એક બની ગયું છે. હમણાના અહેવાલો પ્રમાણે એવો દાવો કરવામાં આવે છે કે આ યુગલ ઈટલીના કોમો લેક પર ડેસ્ટીનેશન વેડિંગ કરવાના છે.

એવું પણ સાંભળવામાં આવ્યું છે કે આ લગ્નમાં બંને પરિવાર વાળા અને નજીકના મિત્રો જ હશે. બંનેના પ્રફેશન વિશે વાત કરીએ તો દિપીકા અત્યારે કોઈ ફિલ્મ નથી કરી રહી. ત્યાંજ, રણવીર સિંહ રોહિત શેટ્ટીની ‘સિંબા’ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં જ પુરું કરશે, જે 28 ડિસેમ્બરે રિલીઝ થશે.