NIFTY 9,984.80 -32.15  |  SENSEX 31,833.99 +-90.42  |  USD 65.1400 -0.14
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • કેન્દ્ર સરકારને બખ્ખાં, ડાયરેક્ટ ટેક્સ કલેકશનથી સરકારી તિજોરી છલકાઇ

કેન્દ્ર સરકારને બખ્ખાં, ડાયરેક્ટ ટેક્સ કલેકશનથી સરકારી તિજોરી છલકાઇ

 | 7:42 pm IST

ચાલુ નાણાંકીય વર્ષના પહેલાં છ મહિનામાં ડાયરેક્ટ ટેક્સ કલેકશન 15.8 ટકા વધીને 3.86 લાખ કરોડ રૂપિયા થયું. નાણાં મંત્રાલયે એડવાન્સ ટેક્સમાં આ વધારા પર ખુશી વ્યક્ત કરી છે. ચાલુ નાણાંકીય વર્ષ માટે ડાયરેક્ટ ટેક્સનના કલેકશનનો અંદાજ 9.8 લાખ કરોડ રૂપિયા નક્કી કરાયો હતો. અંદાજના 39.9 ટકા કલેકશન થઇ ગયું.

નાણાં મંત્રાલયે પોતાના એક નિવેદનમાં કહ્યું કે સપ્ટેમ્બર 2017 સુધીના ડાયરેકટ ટેકસના શરૂઆતના આંકડા પ્રમાણે ચોખ્ખું કલેકશન 3.86 લાખ કરોડ રૂપિયા રહ્યું જે ગયા વર્ષના સમયગાળા કરતાં 15.8 ટકા વધુ છે.

સપ્ટેમ્બર સુધીમાં એડવાન્સ ટેક્સ કલેકશન 1.77 લાખ કરોડ રૂપિયા રહ્યું અને તેમાં ગયા વર્ષની સરખામણીમાં 11.5 ટકાનો વધારો થયો છે. કોર્પોરેટ ઇનકમ ટેક્સ (સીઆઈટી) એડવાન્સ ટેક્સમાં 8.1 ટકાનો વધારો થયો છે. જ્યારે પર્સનલ ઇનકમ ટેક્સ (પીઆઈટી) એડવાન્સ ટેક્સમાં 30.1 ટકાનો વધારો થયો છે.

એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે 79,660 કરોડ રૂપિયાનું રિફંડ કરાયું. આ દરમ્યાન ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેકશનમાં 10.3 ટકાનો વધારો થયો જે 4.66 લાખ કરોડ રૂપિયા રહ્યો.