દિગ્દર્શકની આડોડાઇને કારણે કેદારનાથની શૂટિંગ અટકી પડી - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • દિગ્દર્શકની આડોડાઇને કારણે કેદારનાથની શૂટિંગ અટકી પડી

દિગ્દર્શકની આડોડાઇને કારણે કેદારનાથની શૂટિંગ અટકી પડી

 | 4:59 am IST

અભિનેતા સૈફઅલી ખાનની પુત્રી સારાઅલી ખાનની બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ અટકી પડી છે. ફિલ્મ કેદારનાથના દિગ્દર્શક અભિષેક કપૂર અને નિર્માતાઓ વચ્ચે મતભેદ થયા છે. આ ફિલ્મથી અભિષેક અધવચ્ચે જ અલગ પડી ગયો હોવાના અહેવાલ છે. આ ફિલ્મમાં સારા સાથે અભિનેતા સુશાંતસિંહ રાજપૂત લીડ રોલમાં હતો. અભિષેક સાથે સુશાંતની ફિલ્મ કાઈ પો છે બાદ બીજી ફિલ્મ હતી. ફિલ્મની રિલીઝ ડેટને પગલે દિગ્દર્શક અને નિર્માતાઓ વચ્ચે મતભેદ થઇ રહ્યા હોવાના કારણે ફિલ્મનું શૂટિંગ અટકી પડયું છે. ફિલ્મની રિલીઝ ડેટ નિર્માતાની પરવાનગી વિના અભિષેકે જાહેર કરી દેતા નિર્માતાઓ તેના પર રોષે ભરાયા હતા.