Mahesh Bhatt Liplock Kiss to Pooja Bhatt Controversial Photoshoot
  • Home
  • Entertainment
  • Bollywood
  • બે પત્ની, એક અફેર અને દીકરીને લિપ કિસ કરીને આ ડાયરેક્ટરે બોલિવૂડ હચમચાવી નાખ્યું’તું

બે પત્ની, એક અફેર અને દીકરીને લિપ કિસ કરીને આ ડાયરેક્ટરે બોલિવૂડ હચમચાવી નાખ્યું’તું

 | 1:12 pm IST

બોલિવૂડની અમુક ઘટના એવી બની ગઈ કે જે આખું બોલિવૂડ હજુ યાદ કરે છે એમાનો જ એક કિસ્સ છે બોલિવુડના જાણીતા ફિલ્મ મેકર મહેશ ભટ્ટનો. આજે એમનો બર્થ ડે છે. પિતા હિંદૂ પરંતુ માતા શિરીન મોહમ્મદ અલી ગુજરાતી મુસ્લિમ હતા. મહેશ ભટ્ટ જ્યારે સ્કૂલમાં હતા ત્યારે જ તેણે એડ બનાવવાનું ચાલું કરી દીધું હતું. મહેશ ભટ્ટ માત્ર 26 વર્ષના હતા ત્યારે તેમણે ડિરેક્ટર તરીકે બોલિવુડમાં ડેબ્યૂ કર્યુ અને વર્ષ 1974માં ‘મંઝિલે ઔર ભી હૈ’ બનાવી.

ત્યારબાદ તેની સફર શરૂ થઈ અને 1979માં તેમણે ફિલ્મ ‘લહૂ કે રંગ’ બનાવી જેમાં એક્ટ્રેસ શબાના આઝમી અને વિનોદ ખન્ના જોવા મળ્યા હતા. આ ફિલ્મે 2 ફિલ્મફેર એવોર્ડ જીત્યા અને મહેશ ભટ્ટની ખ્યાતિ આસમાને જતી રહી. પછી મહેશ ભટ્ટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી.

તેની લવ લાઈફ પણ એટલી જ ટ્વિટ્સ સાથે ભરી હતી. માત્ર 20 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા. તેમણે લોરેન બ્રાઇટની સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કર્યા. લોરેને પોતાનુ નામ બદલીને કિરણ ભટ્ટ રાખ્યુ. લગ્ન પછી બંનેને 2 બાળકો, એક દિકરી પૂજા અને દિકરો રાહુલ થયા. એક સમયે લગ્ન તૂટવા સુધીની વાત પહોંચી ગઇ જ્યારે મહેશ ભટ્ટનું નામ જ્યારે ફેમસ એક્ટ્રેસ પરવીન બાબીની સાથે જોડાવવા લાગ્યુ.

મહેશ ભટ્ટ અને પરવીન બાબીનું અફેર વર્ષ 1977માં શરૂ થયુ જ્યારે બંને પોતાના કરિયરમાં ઘણી સારી જગ્યાએ પહોંચી ગયા હતા. આ પછી એક ફિલોસોફરની સલાહથી તેઓ મહેશ ભટ્ટ પરવીન બાબીથી અલગ થઇ ગયા. પરવીનથી અલગ થયા પછી વર્ષ 1986માં મહેશ ભટ્ટે હીરોઈન સોની રાજદાન સાથે લગ્ન કર્યા અને તેમની બે દિકરીઓ શાહીન અને આલિયા થઇ.

મહેશ ભટ્ટે 80ના દાયકમાં એક મેગેઝિનના કવર માટે ફોટોશૂટ કરાવ્યુ હતુ. જેમાં તેઓ પોતાની દિકરી પૂજા ભટ્ટને લિપલૉક કરતા જોવા મળ્યા હતા. એટલુ જ નહીં જ્યારે વિવાદ સર્જાયો ત્યારે મહેશ ભટ્ટે કહ્યુ કે, ”જો પૂજા મારી દિકરી ના હોત, તો તેની સાથે લગ્ન કરી લીધા હોત.” જોકે મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટના આ ફોટોને કારણે વિવાદ સર્જાયો અને નિંદા પણ થઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન