Dirt in Odhav Garib Awas Yojana in Ahmedabad
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ કોર્પોરેશનના સ્વચ્છતાના પરપોટા ફૂટ્યા, ઓઢવ ગરીબ આવાસ યોજનામાં ગંદકીના થર જામ્યા

અમદાવાદ કોર્પોરેશનના સ્વચ્છતાના પરપોટા ફૂટ્યા, ઓઢવ ગરીબ આવાસ યોજનામાં ગંદકીના થર જામ્યા

 | 6:44 pm IST
  • Share

અમદાવાદ કોર્પોરેશનના સ્વચ્છતાના પરપોટા ફૂટયા હોય તેમ ઓઢવ ગરીબ આવાસ યોજનામાં ગંદકીના થર જામ્યા છે. અહીં મુખ્ય દરવાજા પાસે જ ગંદકી અને કીચડ જોવા મળી રહ્યું છે. ઓઢવ ગરીબ આવાસ યોજનામાં કાદવ-કીચડના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. મચ્છરજન્ય રોગચાળાથી આવસ યોજનાના લોકો પરેશાન થઇ ગયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વચ્છતાની અંદર નંબર વન બનવા માંગે છે. જેના માટે શહેરમાં ઠેર-ઠેર જાહેરાતો પણ કરવામાં આવી રહી છે. પરંતુ કોર્પોરેશનમાં સપનું તેના અધિકારીઓ પૂર્ણ થવા દેતા નથી તેવું લાગી રહ્યું છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ ગરીબ આવાસ યોજનામાં 1500 થી 2000 જેટલા લોકો દરરોજ નાછૂટકે આ ગંદકીમાંથી પસાર થાય છે. કારણકે ગંદકીમાંથી પસાર થવું તેઓની મજબૂરી બની ગયું છે. થોડો વરસાદ આવે કે તરત જ પાણી ભરાઈ જાય છે અને ગંદકીના થર જામી જાય છે. અને આ જ ગંદકીના લીધે મચ્છરજન્ય રોગચાળો પણ ફાટી નીકળે છે.

મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવનારા સ્થાનિક લોકો ફક્ત મતદાન સમયે નેતાઓને યાદ આવે છે. જ્યારે સમસ્યાઓ હોય ત્યારે તેનું નિરાકરણ માટે કોઈ સાંભળનાર નથી કોર્પોરેશનના અધિકારીઓ પણ આ વિસ્તારના લોકોની ઉપેક્ષા કરતા દેખાય છે. રજૂઆતો દરેક જગ્યાએ થાય છે પરંતુ તેનું નિરાકરણ આવતું નથી.

મેલેરિયા વિભાગ પણ ઘરે-ઘરે જઈને તેમજ કોમર્શિયલ એકમોમાં જઈને માચ્છરના બ્રિડીંગ સામે કડક કાર્યવાહી કરે છે. પરંતુ તેમના આવાસ યોજનાની અંદર તેમજ બહાર મચ્છર હોવા છતાં પણ કાર્યવાહી કરતા નથી આવા જ મચ્છરોને લીધે રોગચાળો ફાટી નીકળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન