Dirty Game Going Against on Virat Kohli
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • વિરાટ કોહલીને કેપ્ટનશિપમાંથી કાઢવાનું કાવતરૂં, સામે આવ્યો ચોંકાવનારો દાવો

વિરાટ કોહલીને કેપ્ટનશિપમાંથી કાઢવાનું કાવતરૂં, સામે આવ્યો ચોંકાવનારો દાવો

 | 11:53 am IST
  • Share

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર સલમાન બટ્ટે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિરાટ કોહલીના કેટલાક નિર્ણયોથી નાખુશ હતું. ભારતીય ટીમ UAEમાં યોજાનારા T20 વર્લ્ડકપમાં સારૂ પ્રદર્શન કરશે નહીં તો વિરાટની જગ્યાએ રોહિત શર્મા T20 નો કેપ્ટન બની શકે છે.

સલમાન બટ માને છે કે કેપ્ટન વિરાટ કોહલી સાથે ‘ડર્ટી ગેમ’ રમાઈ રહી છે. એવી ચર્ચા છે કે વિરાટ કોહલીની કેપ્ટનશિપ જોખમમાં છે. તેણે તાજેતરમાં ઈંગ્લેન્ડમાં સિરીઝ રમી, તેની ટીમને શાનદાર જીત અપાવી, પરંતુ ટીમની પસંદગી માટે તેની ટીકા થઈ રહી છે. આ હોવા છતાં વિરાટ કોહલી સતત પોતાની ટીમને સપોર્ટ કરી રહ્યો છે તેમની ટીમ દરેક ફોર્મેટમાં ટોચ પર છે અને T20 વર્લ્ડ કપ આગળ છે તેથી આ એક પ્રકારની ડર્ટી ગેમ જ છે.

પિતા બન્યા બાદ વિરાટ કોહલી બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ પગલું ભરી શકે છે. વિરાટ કોહલી ખુદ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય જાહેર કરશે. વિરાટ કોહલીનું માનવું છે કે પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેન બનવા માટે આ નિર્ણય બરોબર છે.

વિરાટ કોહલીએ કેપ્ટનશીપની જવાબદારી રોહિત શર્માને આપવાનો નિર્ણય કર્યો છે. વિરાટ કોહલીએ છેલ્લા કેટલાક મહિનાઓમાં રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ સાથે આ મુદ્દે લાંબી ચર્ચા કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન