Disabled Girl playing Basketball video goes viral on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • ‘દ્રઢ સંકલ્પ વડે પડકાર પાર પડે’, કોરોના મહામારીના સંકટમાં આ Video તમારો ઉત્સાહ વધારશે

‘દ્રઢ સંકલ્પ વડે પડકાર પાર પડે’, કોરોના મહામારીના સંકટમાં આ Video તમારો ઉત્સાહ વધારશે

 | 3:03 pm IST

કોરોના વાયરસના કારણે છેલ્લા 2 મહિનાથી વધુ સમયથી દેશમાં લોકડાઉન છે. જેના કારણે લોકો ઘરમાં પૂરાયા છે. ઘણા સમયથી ઘરમાં રહેતા લોકો હવે કંટાળી રહ્યા છે. પરંતુ ઘરની બહાર નીકળે તો કોરોના વાયરસની મહામારીનો ડર સતાવે. એવા કપરા સમયમાં લોકો સોશિયલ મીડિયા પર વધુ સમય પસાર કરવા લાગ્યા છે. જેથી તેઓ પોતાના સગા-સંબંધીઓ, મિત્રો સાથે વાત કરી શકે અને વીડિયો ચેટના માધ્યમથી એકબીજાને જોઈ શકે છે.

આ સમયમાં લોકોએ પોતાને પ્રોત્સાહિત કરવાની અને ઉત્સાહ વધારવાની જરૂર છે. જેથી તે આ વૈશ્વિક મહામારીનો સામનો કરી શકે. ત્યારે હવે અમે તમને એક એવો જ વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ જે તેમને પ્રેરણા આપશે. આ વીડિયોમાં એક દિવ્યાંગ છોકરી બાસ્કેટબોલ રમતા નજરે આવી રહી છે. પરંતુ તેને બોલને ગોલ કરવામાં મુશ્કેલી થાય છે. ત્યારે નજીક ઉભેલો એક છોકરો ગોલના થાંભલાને તેની તરફ નીચે લઈ આવે છે જેથી તે દિવ્યાંગ છોકરી ગોલ કરે છે. આ જોઈ બંને ખુબ ખુશ થાય છે. આ વીડિયો જોઈ દરેક વ્યક્તિ પ્રેરિત થઈ રહી છે. યુઝર્સ વીડિયોને પસંદ કરી શેર કરી રહ્યા છે અને સારી સારી કોમેન્ટ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન