16 વર્ષની એક્ટ્રેસને ઓન સ્ક્રિન કરવાની હતી કિસ, માતાએ કર્યો હંગામો - Sandesh
NIFTY 10,456.20 +34.80  |  SENSEX 34,001.61 +83.67  |  USD 64.9550 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • 16 વર્ષની એક્ટ્રેસને ઓન સ્ક્રિન કરવાની હતી કિસ, માતાએ કર્યો હંગામો

16 વર્ષની એક્ટ્રેસને ઓન સ્ક્રિન કરવાની હતી કિસ, માતાએ કર્યો હંગામો

 | 12:02 pm IST

સીરિયલ ‘તૂ આશિકી’માં પંક્તિ અને અહાનની લવ સ્ટોરી દર્શકોને ખુબ જ પસંદ આવી રહી છે. આ યંગ કપલે ખુબ જ ઓછા સમયમાં ચર્ચમાં આવી ગઇ છે. આ શોમા પંક્તિનાં રોલમાં જન્નત ઝુબેર રહેમાની અને અહાનનાં રોલમાં હિૃતિક અરોડા નજર આવે છે. ખબરોનું માનીએ તો જન્નતની માતાને શોમા ફિલ્માવવામાં આવતા રોમેન્ટિક સીન્સ પર આપત્તિ છે.

શોની કહાની હાલમાં દેખાડવામાં આવી રહ્યું છે કે, અહાન, પંક્તિનાં સિંગર બનવાના સપનામાં સપોર્ટ કરી રહ્યો છે. જેમા બંન્નેના લવ સીન્સને દેખાડવામાં આવી રહ્યો છે. એક ખબર અનુસાર જન્નતની માતાને આ પસંદ નથી.

એક સીન્સમાં જન્નતને હિૃતિક અરોડાને કીસ કરવાની હતી. સૂત્રો અનુસાર એક વેબસાઇટે લખ્યુ છે કે, અહાન અને પંક્તિ વચ્ચે એક કિસિંગ સીનનું પ્લાનિંગ કરવામાં આવી હતું. પરંતુ પંક્તિની માતાને આ જરા પણ પસંદ આવ્યુ ન હતું અને તેમણે પ્રોડ્યૂસર્સ સામે આ વિષે નારાજગી વ્યક્ત કરી. બાદમાં જન્નતની માતા અને પ્રોડ્યૂરર્સ વચ્ચે તીખા સ્વરમાં ચર્ચા પણ થઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ચર્ચા દરમિયાન જન્નતની માતા ગુસ્સામાં પણ આવી ગઇ હતી.

તમને જણાવી દઇએ કે. જન્નતની ઉંમર 16 વર્ષ છે. કદાચ તેની મમ્મી નછી ઇચ્છતી કે તે નાની ઉંમરમાં આવા કોઇ સીન કરે. ખબરો તો એવી પણ છે કે, જન્નતની માતાએ શો સાઇન કરતા સમયે કિસિંગ સીનને ક્લોઝમાં નંખાવ્યા હતાં. તમને જણાવી દઇએ કે, જન્નતે સીરિયલ ‘ફુલવા’માં ફુલવાના બાળપણની ભૂમિકા ભજવી હતી.