કૃષ્ણકાંત ઉનડકટની કલમે; અખાડાના વડા નરેન્દ્રગિરિના મોત ફરતે ભેદભરમ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • કૃષ્ણકાંત ઉનડકટની કલમે; અખાડાના વડા નરેન્દ્રગિરિના મોત ફરતે ભેદભરમ

કૃષ્ણકાંત ઉનડકટની કલમે; અખાડાના વડા નરેન્દ્રગિરિના મોત ફરતે ભેદભરમ

 | 12:57 am IST
  • Share

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ અને બાઘંબરી મઠના મહંત નરેન્દ્રગિરિનું નામ દેશના સાધુસમાજમાં આદરપૂર્વક લેવાતું હતું. આખરે એવું તે શું થયું કે, સંસારની મોહમાયા ત્યાગીને સંન્યાસી બનેલા ૭૨ વર્ષના મહંતની જિંદગીનો આવો કરુણ અંત આવ્યો?

ર્ધાિમક સંસ્થાઓનું પોતાનું એક આગવું સામ્રાજ્ય હોય છે. લોકો પગે લાગીને મિલકતો ધરી જાય છે. સત્તા અને સંપત્તિ માટે અખાડાઓ અને આશ્રમોમાં માફ્યિાઓને પણ શરમાવે એવાં ષડ્યંત્રો રચવામાં આવે છે. સાધુ બન્યા પછી પણ મોહ ક્યાં છૂટતો હોય છે?

રાજકારણમાં ધર્મ અને ધર્મમાં રાજકારણ એ પ્રાચીન સમયથી રસપ્રદ અને ચર્ચાસ્પદ વિષય રહ્યો છે. ર્ધાિમક સંસ્થાઓનું પોતાનું એક સામ્રાજ્ય હોય છે. એક સંતે કહેલી આ વાત છે. રાજકારણમાં ખુરશી હોય છે. ર્ધાિમક સંસ્થાઓમાં ગાદી હોય છે. ગાદીની સત્તા, તાકાત અને શક્તિ પાસે ખુરશીનું પણ કંઈ ન આવે. મઠ કે આશ્રમની ગાદીનું પોતાનું પ્રભુત્વ હોય છે. ર્ધાિમક સંસ્થાઓનું પોતાનું સત હોય છે અને અસત પણ હોય છે. એવું જરાયે નથી કે, આવું બધું માત્ર કોઇ એક ધર્મમાં છે. દુનિયાનો કોઇ ધર્મ તેમાંથી બાકાત નથી. સંસારની મોહમાયા ત્યાગીને માણસ સંન્યાસી બને છે. સંન્યાસી બન્યા પછી એને ધર્મ જગતના મોહ જાગે છે. ધર્મની આ દુનિયામાં પણ રેસ છે, હોદ્દાઓ છે, ખટપટ છે, કાવાદાવા છે અને બીજું એટલું બધું છે કે સામાન્ય માણસની મતિ મૂંઝાઈ જાય. સંન્યાસી બન્યા પછી સત્તાનો મોહ જાગે ત્યારે અધ્યાત્મ અભેરાઈ પર ચડી જાય છે. રજસમાંથી ક્યારે તમસમાં સરી જવાય છે એનો અણસાર સુધ્ધાં આવતો નથી.

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ અને પ્રયાગરાજમાં આવેલા બાઘંબરી મઠના ૭૨ વર્ષના મહંત નરેન્દ્રગીરી મહારાજના મૃત્યુએ અનેક સવાલો સર્જ્યા છે. પહેલી નજરે મહંતે આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે. શું સાચું અને શું ખોટું એ તો પોલીસ તપાસમાં બહાર આવી જશે પણ એક સવાલ એ છે કે, સંન્યાસી બન્યા પછી પણ કેમ કંઈ છૂટતું નથી? એનું સૌથી મોટું કારણ સત્તા, સંપત્તિ, આધિપત્ય, સમાજ અને શિષ્યો પર પ્રભાવ, લોકો દ્વારા આંખો મીંચીને મળતો આદર અને પગે લાગીને ધરી જવાતાં નાણાં છે. આત્મા, પરમાત્મા અને મહાત્માની વાતો કરનારા સંતો જ્યારે આ રીતે જીવન ટૂંકાવી દે ત્યારે એમના કહેવાતા જ્ઞાાન સામે પણ સવાલો અને શંકાઓ થાય છે. માનો કે કોઇ સાધુ, સંત, સંન્યાસી, બાપુ, મહારાજ, મુનિ, ધર્માચાર્ય કે બીજા કોઇ પણ નામે ઓળખાતા ર્ધાિમક વડા ખરેખર જ્ઞાાની છે, તો પણ એક વાત સમજવા જેવી છે કે, જ્ઞાાનનું પોતાનું પણ એક અભિમાન હોય છે. હું બધાથી ઊંચો, હું બધાથી સમજુ, હું બધાથી તેજસ્વી અને હું બધાથી બળિયો એવું પણ સાબિત કરવાનો મોહ જાગતો હોય છે.

મહંત નરેન્દ્રગીરીના દોરડે લટકતા મૃતદેહ નજીકથી સ્યૂસાઇડ નોટ મળી આવી છે. તેના વિશે બધી વાતો તો હજુ જાહેર કરવામાં આવી નથી પણ થોડીક વિગતો જાહેર થઇ છે. તેમણે લખ્યું હતું કે, હું સન્માન સાથે જીવ્યો છું અને સન્માન ખાતર જ આત્મહત્યા કરું છું. આમ તો એવું કહેવાતું રહ્યું છે કે, સાધુને માન શું, અપમાન શું કે સન્માન શું? સાધુ તો બધાથી મુક્ત, અલિપ્ત અને પર હોય છે. વેલ, એ બધી વાતો એવા સાધુઓ માટે છે જે ઔકોઇને અણસાર પણ ન આવે એવી રીતે સાધના કરતા રહે છે. એને માત્ર સાક્ષાત્કાર કરવો હોય છે. પોતાની ઓળખ મેળવવી હોય છે. આ એવા સાધુઓની વાત છે જેને સમાજમાં જ નહીં, સાધુજગતમાં પણ પોતાની ઓળખ છતી કરવી છે અને ટકાવી રાખવી છે.

વાત એવી છે કે, મહંત નરેન્દ્રગીરીનું તેમના શિષ્ય દ્વારા જ અપમાન કરવામાં આવ્યું હતું. તેમના મૃત્યુ પ્રકરણમાં તેમના જ શિષ્ય યોગગુરુ આનંદગીરી, પ્રયાગરાજના જાણીતા લેટે હુએ હનુમાન મંદિરના પૂજારી આદ્યા તિવારી અને તેના દીકરા સંદીપ તિવારીની ધરપકડ કરી છે. આનંદગીરી સાથે મહંતને અગાઉ પણ વિવાદ થયો હતો. એક વખતે તો વાત એટલી વધી ગઇ હતી કે, આનંદગીરીને અખાડામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમણે માફ્ી માંગી લેતા તેમને પાછા લઇ લેવામાં આવ્યા હતા. અખાડા પાસે અઢળક મિલકતો છે, જેમાં ઘણી બધી જમીનો પણ છે. અખાડાના કેટલાંક લોકો જમીન વેચવાની પેરવી કરતા હતા. આનંદગીરીએ તેમનો વિરોધ કર્યો હતો. આ મુદ્દે વાતાવરણ તંગ થઇ ગયું હતું. ઘણાને આ વાત સાચી લાગતી નથી, એ લોકોનું કહેવું છે કે આટલી અમથી વાતથી મહંત નરેન્દ્રગીરી આપઘાત કરે એ ગળે ઊતરતું નથી. જમીનનો વિવાદો તો ઘણા મઠો અને આશ્રમોમાં હોય છે. આ ઘટના પાછળ બીજું તો કોઇ કારણ નથીને? એવું તો નથીને કે, મહંતની કોઇ નબળી કડીને મેળવી લઇને તેમને બ્લેકમેલ કરવામાં આવતા હોય? કંઈ પણ શક્ય છે. ઘણી વખતે નજરે દેખાતું હોય એના કરતાં ઘણું ઊંડું અને ભેદી હોય છે.

મહંત નરેન્દ્રગીરી વિદાય લેતા પહેલાં પોતાની વસિયત પણ મૂકતા ગયા હોવાનું કહેવાય છે. કોને ગાદીપતિ બનાવવા એ પણ તેઓ નક્કી કરીને ગયા હોવાનું મનાઈ રહ્યું છે. જે હશે તે ધીમેધીમે બહાર આવશે. અત્યારે તો મહંત નરેન્દ્રગીરી સાથે જોડાયેલા વિવાદો સામે આવી રહ્યાં છે. નરેન્દ્રગીરી ૨૦૦૪માં બાઘંબરી મઠના ગાદીપતિ બન્યા હતા. એ પછી તેમને સૌથી પહેલો પંગો તત્કાલીન ડીઆઇજી આર.એન. સિંહ સાથે થયો હતો. આ મામલો પણ જમીન વેચવા અંગેનો જ હતો. મહંત સાથેનો ઝઘડો એવો વકર્યો હતો કે, ડીઆઇજી સિંહ મંદિરની સામે જ ધરણાં પર બેસી ગયા હતા. એ વખતે મુલાયમસિંહ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. તેમના પર એટલું દબાણ આવ્યું કે, તેમણે ડીઆઇજી સિંહને સસ્પેન્ડ કરવા પડયા હતા. સાધુની હઠ પણ કંઈ જેવીતેવી હોતી નથી. ભલભલાં આસનો ડોલાવી દે છે.

મહંત નરેન્દ્રગીરીની સુરક્ષાવ્યવસ્થા સાથે જોડાયેલો અજયસિંહ નામનો એક ગનર હતો. એ માણસ જે ઠાઠમાઠથી રહેતો હતો એ જોઇને આરટીઆઇ એક્ટિવિસ્ટ ડો. નૂતન ઠાકુરે પોલીસ સત્તાવાળાઓને લેખિત અરજી કરીને તપાસ કરવાની માંગણી કરી હતી. ગનર અજયસિંહે પોતાની પત્નીના નામે ૬૧ લાખનો એક ફ્લેટ પણ ખરીદ્યો હતો. એ વખતે એવો સવાલ પુછાયો હતો કે, એક સામાન્ય વ્યક્તિ પાસે આટલાં નાણાં આવે છે ક્યાંથી? શું એ અખાડાના વહીવટ સાથે સામેલ છે? દિલ્હીના નોઇડામાં આવેલા આલીશાન ડિસ્કો થેક અને બિયર બારના માલિક સચીન દત્તા ઉફ્ર્ે સચ્ચિદાનંદગીરીને ૩૧મી જુલાઈ, ૨૦૧૫ના રોજ મહામંડલેશ્વર બનાવવામાં પણ નરેન્દ્રગીરીનું નામ આવ્યું હતું. જમીન અને મિલકતોના તો બીજા અનેક વિવાદો અને કેસકબાડા તેમના નામે ચડેલા છે. અખાડાની વાત કરીએ તો, મહંત નરેન્દ્રગીરી કિન્નરોના અખાડાને માન્યતા આપતા નહોતા. તેમનું કહેવું હતું કે, જગદ્ગુરુ શંકરાચાર્યએ ૧૩ અખાડાઓની જ સ્થાપના કરી હતી. ૧૪મા કોઇ અખાડાને માન્યતા મળે નહીં. મહંત નરેન્દ્રગીરીના આપઘાત પાછળ કોઈ ચોંકાવનારી વાત બહાર આવે તો પણ એમાં નવાઈ પામવા જેવું નહીં હોય!            

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો