ડિસ્ક્સ થ્રોઅર સીમાને ઝિકા વાઇરસનો ખતરો - Sandesh
NIFTY 10,551.15 +11.40  |  SENSEX 34,321.85 +21.38  |  USD 64.1475 -0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Other Sports
  • ડિસ્ક્સ થ્રોઅર સીમાને ઝિકા વાઇરસનો ખતરો

ડિસ્ક્સ થ્રોઅર સીમાને ઝિકા વાઇરસનો ખતરો

 | 4:33 am IST

નવી દિલ્હી, તા. ૩

રિયો ઓલિમ્પિકમાં ડિસ્કસ થ્રોમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરનાર સીમા પુનિયાને ઝિકા વાઇરસનો ખતરો હોવાને કારણે સારવાર અર્થે દિલ્હી ખસેડાઈ છે. ઉત્તર પ્રદેશના મેરઠની સીમા પુનિયાને રિયો ઓલિમ્પિકમાં પોતાની સ્પર્ધા દરમિયાન તાવ આવ્યો હતો તે પછી ભારત પરત ફરી ત્યાં સુધી તેનો તાવ ઉતર્યો નહોતો. શુક્રવારે તેણીની તબિયત વધુ બગડતાં  મેરઠની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાઈ હતી. અહીં તેણીની અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ દરમિયાન ચિકનગુનિયા અને ડેન્ગ્યૂના લક્ષણો જોવા મળ્યા નથી આથી ડોક્ટરોએ ઝિકા વાઇરસમાં સપડાયાની શક્તાને ધ્યાને રાખતાં માટે તેણીના બ્લડ સેમ્પલ દિલ્હી મોકલી દેવાયા છે. દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ઝિકા વાઇરસની તપાસ કરવાની સુવિધા છે જેને કારણે સીમાને અહીં સારવાર અર્થે ખસેડવામાં ઔઆવી છે.