સોશિયલ મીડિયામાં ચર્ચા, શું ઇલિયાના ડિક્રુઝ ગર્ભવતી છે? - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • સોશિયલ મીડિયામાં ચર્ચા, શું ઇલિયાના ડિક્રુઝ ગર્ભવતી છે?

સોશિયલ મીડિયામાં ચર્ચા, શું ઇલિયાના ડિક્રુઝ ગર્ભવતી છે?

 | 3:10 pm IST

બોલિવૂડ અભિનેતા અજય દેવગનની ફિલ્મ ‘રેડ’ની લીડ એક્ટ્રેસ ઇલિયાનાની પ્રેગ્નેન્ટ હોવાની ખબરો હાલમાં ચર્ચામાં છે. ગત દિવસોમાં ઇલિયાનાની ઇન્સ્ટ્રાગ્રામ પોસ્ટે તેના લગ્નની ખબરોને હવા આપી હતી. હવે મીડિયા રિપોર્ટ અનુસાર, ઇલિયાના હાલમાં પ્રેગ્નેન્ટ છે. એક્ટ્રેસ હાલમાં ઘણા અવસરે ફિટ ડ્રેસના સ્થાને કમ્ફર્ટેબલ ડ્રેસમાં નજર આવી છે.

તમને જણાવી દઇએ કે, ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં આ ખબર ખુબ જ તેજીથી ફેલાઇ રહી હતી કે ઇલિયાનાએ પોતાના બોયફ્રેંડ એન્ડ્રુ નિબોન સાથે લગ્ન કરી લીધા છે. આ ખબરને હવા ઇલિયાનાએ બોયફ્રેંડ એન્ડ્રુ નિબોનને હબી લખીને આપી હતી. પરંતુ આ વિશે જ્યારે અભિનેત્રીને પૂંછવામાં આવ્યુ ત્યારે તેણે કહ્યું કે, હું નથી જાણતી કે, શું કોમેન્ટ કરૂં. મારી પ્રોફેશનલ અને અંગત લાઇફ ખુબ જ સારી ચાલી રહી છે. હું મારી પર્સનલ લાઇફને ખુબ જ પ્રાઇવેટ રાખુ છું. મને નથી લાગતુ કે તેના પર કોઇ કોમેન્ટ બને છે. આ વિશે વધારે વાત કરવા નથી ઇચ્છતી પરંતુ બાકી ઘણુ છે દુનિયામાં વાતો કરવા માટે.’

ઇલિયાના પહેલા પણ કહી ચુંકી છે કે, લિવ ઇન રિલેશન અને લગ્નમાં કોઇ અંતર નથી. એક કાગળનો ટૂકડો હોય છે, જે તમને અલગ કરી દે છે. , લગ્ન ઘણા લોકો માટે ખુબ જ મહત્વપૂર્ણ હોય છે, જે તમામ વસ્તુને સંપૂર્ણ રીતે બદલી નાંખે છે, પરંતુ હું તેને એવી રીતે દેખતી નથી. મારું તેની (બોયફ્રેંડ) પ્રત્યે કરેલ પ્રોમિસ બદલાશે નહી.